આ તો આપણી જનતાના સ્નેહ-ચિહ્નો છે

ચંન્દ્રમૌલી વિધાલંકાર

| 1 Minute Read

ઈ.સ.૧૯૩૬ની વાત છે.

જવાહરલાલજી તામિલનાડુના પ્રવાસ પર હતા. કોઈમ્બતુર જિલ્લાનું ભ્રમણ કર્યા પછી એ હવે મદુરાઈ જવા માગતા હતા.

એમને વિદાય આપતી વેળાએ ટી.એસ. અવિનાશીલિંગમ્‌ ચેટ્ઠીયારે (જિલ્લા અધ્યક્ષ,કોગ્રેસ - પાછળથી મદ્રાસ સરકારના શિક્ષણ મંત્રી) નહેરુના હાથમાં તિરાડો જોઈ. બંન્ને હાથો અને બંન્ને કોણીઓ સુધી ઉઝરડાઓ હતા અને લોહી પણ દેખાતું હતું.

આમ થવાનું કારણ એ હતું કે નહેરુજીને મળવા, જોવા હજારો નર-નારીઓ ઊમટી પડ્યા હતા. બધાંએ એમનો હાથ દબાવી દબાવી સ્નેહ વ્યક્ત કર્યો હતો. આવો સ્નેહભાવ હર્ષાશ્રુ સાથે નહેરુજીએ સ્વીકાર્યો હતો.

ચેટ્ટીયારે ક્ષમા માગતા કહ્યું : “અમારા જિલ્લાના લોકોને કારણે તમારી આ દશા થઈ છે. હું તમામ લોકો વતી માફી માગું છું.”

“માફી માગવાની કોઈ વાત જ નથી. મને તો એ વાતનો અફસોસ છે કે આ ઉઝરડાઓ ઝડપથી રૂઝાઈ જશે. આ તો આપણી જનતાના સ્નેહ-ચિહ્ને છે.”, નહેરુજીએ સસ્મિત વદને કહ્યું.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

નહેરુજીએ રશિયાના બાળકો માટે હાથીનું એક બચ્યું રશિયા મોકલ્યું.

કેટલાક દિવસો પછી જ્યારે તેઓ બાળકોની વચ્ચે બેઠા હતા ત્યારે એક બાળકે ફરિયાદ કરી : “આપ જાનવરોને તો બહાર મોકલો છો, અમને કેમ નહીં !”

ચાચા નહેરુજીએ ગંભીરતાનું નાટક કરતા કહ્યું : “મને ખબર ન હતી કે તું….પણ….!” પછી હસીને બોલ્યા : “ઠીક છે, હવે ધ્યાન રાખીશ.”

છોકરો જ્યારે નહેરુજીનો કટાક્ષ સમજી ગયો ત્યારે શરમાઈ ગયો. તરત જ નહેરુજીએ વાત પલટાવી તમામ બાળકોને ખુશી અને હાસ્યથી ભરી દીધા.

[“૧૦૧ પ્રેરણાદાયી પ્રસંગો” માંથી સાભાર, લેખક : ચંન્દ્રમૌલી વિધાલંકાર]

જીવન ઉપયોગી પ્રેરણાદાયી પ્રસંગોનું દષ્ટાંત સાથે વિગત…

[પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]