ગમતાં નો કરીએ ગુલાલ...

કોઈ આહલ્લાદક દશ્ય જોઈએ, મધુર ગીત-સંગીત સાંભળીએ, સરસ કાર્યક્ર્મ જોતા હોઈએ કે હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક વાંચન વાંચવામાં આવે ત્યારે આપણે અંદરથી તો આનંદીત થઈએજ છીએ પરંતુ બીજી જ ક્ષણે એવો એહસાસ થાય કે કાશ! મેં જાણ્યુ-માણ્યું તે અન્ય સાથે વહેંચી શકાય! પરંતુ આવી શુભ ક્ષણે આપણા બધાજ આપણી સાથે હોયજ તેવું બનતું નથી. જેથી થયું કે આપણે વાંચેલુ/માણેલું વહેચવાનું કોઈ માધ્યમ હોય તો કેવું સારૂ? આમ વાંચતા વાંચતા હૃદયને સ્પર્શી ગયેલી વાત કે મનને ઝંકૃત કરી ગયેલ વિચારને સમભાવકો વચ્ચે વહેંચવાના એક માત્ર ભાવથી “ગોરસ” ત્રિમાસિક અંક બહાર પાડવાનું નાનકડું કદમ ઉઠાવ્યું હતું. અમે જે માણ્યું કે માણીશું તે સૌ માણે તેવો ભાવ અને હેતુ હતો.

અંક સ્વરુપે 'physical form' માં અમે સાત વર્ષથી 'ગોરસ' ત્રિમાસિક સામયિક પ્રકાશિત કરીએ છીએ. જેનાં પ્રકાશનમાં અમારે નથી કરવાની હોતી દૂધની ચિંતા કે મેળવણની, નથી કરવાની ચિંતા દહીં મથવાની. અમારે તો અન્ય સુજ્ઞજનો-ચિંતકો-લેખકો દ્વારા મથી મથી તૈયાર કરવામાં આવેલા 'ગોરસ' જ સૌને વહેચવાનું છે. 'ગોરસ'ની તમામ સાહિત્યિક સમગ્રી સંપાદિત જ રહેશે. જેનો એક માત્ર હેતું ગમતાનો ગુલાલ કરવાનો જ છે. સાથોસાથ બાળકો-યુવાનોમાં વાંચનવૃત્તિ કેળવાય, સંવર્ધિત થાય અને તેનો જીવન વિકાસ થાય તેવો ઉમદા હેતુ પણ ખરો જ.

ત્રિ- માસિક ગોરસના વાચકો નો ઉત્સાહક-પ્રોત્સાહક પ્રતિભાવ અને સુચન છે કે આજના ડિજીટલ યુગમાં 'ગોરસ' નો અંક સાથે લઇ જવા કરતાં વેબસાઈટ (website) ઉપર online મુકવામાં આવે તો મોબાઇલ/લેપટોપમાં અનુકુળતાએ વાંચી શકાય અને આ શિષ્ટ, પ્રેરણાત્મક, ભાવાનાત્મક સામયિક અનેક ભાવકો/વાંચકો સુધી સરળતાથી પહોંચેપણ ખરું. જેથી આ વેબસાઈટ આપની સમક્ષ મુકતા ખૂબજ આનંદ અનુભવીએ.

બિન અનુભવીઓનો આ નાનકડો અને પ્રથમ પ્રયત્ન છે. જેથી ક્ષતિ રહેવાની સંભાવના છે. ક્ષતિ બાબતે ખાસ ધ્યાન દોરવું તથા રચનાત્મક સુચન પણ કરવું.

ગોરસ અંગેના પ્રતિભાવો આવકાર્ય છે. પ્રતિભાવો નીચે જણાવેલા સરનામે પત્ર દ્વારા અથવા goras.magazine@gmail.com પર email મોકલવા વિનંતી છે. “ગોરસ” ત્રિમાસિક અંકની કોઈ કિંમત રાખવામાં આવેલ નથી.

સંપાદક મંડળ

  • પ્રા.(ડૉ) રમેશ જી.પંડયા — કવિશ્રી બોટાદકર કૉલેજ, બોટાદના ઈતિહાસના નિવૃત પ્રાધ્યાપક વાંચન, લેખન, યાત્રા-પ્રવાસનો શોખ. ત્રણ વરસના સંશોધન બાદ 'ગઢપુરનો ઈતિહાસ' છસ્સો પાનાનુ દળદાર પુસ્તક પ્રકાશિત કર્યું. શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં સક્રિય.
  • મહાવીરભાઈ ખાચર (એમ.એ.,બી.એડ.વિથ સંસ્કૃત) — પ્રાથમિક શિક્ષક. વાંચનનો ખૂબજ શોખ, ખૂબજ સારા ઉદઘોષક અને ઉમદા સભા સંચાલક, જાહેર સામાજિક સંસ્થા સાથે જોડાયેલા, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિમાં સક્રિય.
  • લક્ષમણ માંડાણી (પ.ગુ.વિ.કુ.ના નિવૃત કર્મચારી) — વાંચન, વૃક્ષ ઉછેર, યાત્રા-પ્રવાસ નો શોખ.
  • પ્રભાકરભાઈ મોદી — પત્રકાર, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને તેની પ્રવૃતિ સાથે જોડાયેલા, સામાજિક, સેવાકિય, ધાર્મિક પ્રવૃતિ તથા જાહેરજીવનમાં સક્રિય.

Address : પ્રા. ડૉ.રમેશ પંડ્યા, ૧૫-મોહનનગર સોસાયટી મુ.ગઢડા(સ્વા.) જિ.બોટાદ