આપણું આરોગ્ય — ડાયાબિટીસ અને બ્લડપ્રેશર

ડૉ. દેવલબેન વાંક

| 5 Minute Read

એક પ્રશ્ન : હાલના ભાગદોડના જમાનામાં ડાયાબીટીસ તેમજ રક્તવાહિનીઓ બ્લોક થતી કેવી રીતે અટકાવી શકાય ?

આપણા તંદુરસ્ત જીવન માટે, રક્તવાહીનીઓ બ્લોક ન થાય તથા ડાયાબીટીસ સંપૂર્ણપણે દૂર થાય તે અંગેના નિર્દોષ પ્રયોગો ડૉ. દેવલબેન વાંક(વિસાવદર) દ્વારા સંકલિત કરીને સાદર રજુ કર્યા છે.

એન્જીયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ કરાવતા પહેલાં આપણે શું કરવું જોઈએ તે અંગેનો નિર્દોષ આયુર્વેદિક પ્રયોગ નીચે મુજબ છે.

આ પ્રયોગ અગાઉ કાઠી અભ્યુદયનાં અંકોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઘણા મહાનુભાવો તથા દર્દીઓ તરફથી આ પ્રયોગની પુછપરછ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે આ પ્રયોગોથી ઘણા મહાનુભાવોને બ્લોક થતી નળીઓ ખુલી ગઈ છે અને બાયપાસ ઓપરેશનનો જે ભય હતો તે ટળી ગયો છે. તેવા ઘણા મહાનુભાવોના સંદેશાઓ પણ અમને મળી રહ્લા છે. જેવા કે શ્રી પ્રકુલ્લભાઈ સેંજલિયા(ગાયત્રી પરિવાજક તથા કિસાન સંઘના પ્રમુખ, મોટા માંટવડા, જિ. અમરેલી), તેઓ સંદેશો આપતા જણાવે છે કે આ પ્રયોગ કાઠી અભ્યુદયમાં ડૉ. દેવલબેન વાંક દ્વારા સંકલન કરીને રજુ કરવામાં આવેલો હતો. તેના આધારે મેં મારી જાત ઉપર અજમાવીને હું આમાંથી સાવ મુક્ત થઈ ગયો છું. તેમજ મારા સંબંધી મિત્રોને અમદાવાદ, બોમ્બે, દિલ્હી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર તથા ગામડાઓમાં આ પ્રયોગો બાબત હું ગાયત્રી પરિવારના કામોમાં તથા કિસાન સંઘનાં કાર્યક્રમમાં પણ લોકોને આ વાત કરું છું. તેમજ જુનાગઢમાં શ્રી સુરગભાઈ ડાંગર કે જેઓ બાયપાસ સર્જરી કરવા માટે રાજકોટ મુકામે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. ઓપરેશનને એક કલાકની વાર હતી ત્યારે અચાનક કાઠી અભ્યુદનો અંક તેમના પુત્ર જયરાજભાઈ ડાંગરના દ્વારા સુરગભાઈને આપ્યા. એમણે આ અંકનો પ્રયોગ વાંચ્યો ત્યારે ઓપરેશનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. પરંતુ ડોક્ટરોને કહ્યું કે, હવે મારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. મને રજા આપો અને ઘરે આવીને આ પ્રયોગ કર્યો, ત્રણ મહિનામાં ખૂબ જ રાહત થઈ ગઈ છે. અને આજે છેલ્લાં બે વર્ષથી તંદુસ્ત યુવાનની જેમ હરેફરે છે અને પ્રયોગ પણ ચાલુ રાખ્યો છે. આ ઉપરાંત રાજકોટના શ્રી સુખાભાઈ વાળા, શ્રી રામકુભાઈ ખાચર, શ્રી મનુભાઈ વાળા(અમદાવાદ), શ્રી અશોકભાઈ જેબલિયા, શ્રી દેવકુભાઈ વાંક(વડોદરા) તથા અમરેલી, જુનાગઢ, રાજકોટ, બોટાદ વગેરે ગામોમાં આ પ્રયોગો વૈધરાજને પુછીને કર્યા છે. અને સલાહ પણ આપે છે. આ પ્રયોગ કરવાથી હાર્ટના પ્રોબ્લેમ્સ દુર થાય છે તેવા ઘણા સંદેશાઓ મળ્યા છે તેને અનુલક્ષીને ડૉ. દેવલબેન વાંક(વિસાવદર) તરફથી ફરી આ પ્રયોગ નીચે મુજબ રજુ કરેલ છે.

પ્રયોગમાં પ્રથમ લીંબુનો રસ એક વાટકી, આદુનો રસ એક વાટકી અને લસણનો રસ એક વાટકી તથા સફરજનનો સીરકો (એટલે કે સફરજનનો રસ કાઢી કાચની બોટલમાં ભરી સૂર્ય પ્રકાશમાં સરવાથી સાંજ સુધી રાખવો. બે દિવસ રાખવાથી સફરજનના રસમાં આથો આવી જશે જેને સીરકો કહેવામાં આવે છે અથવા તો બજારમાં પણ સીરકો મળે છે.) આ ચારેય વસ્તુ એકઠી કરીને ધીમા તાપે ઉકાળવું તેમાંથી એક વાટકી જેટલો રસ બળી જાય ત્યારે ચુલા પરથી ઉતારી ઠંડો થવા દઈ તેમાં ત્રણ વાટકી ચોખ્ખું મધ મેળવી આ રસ કાચની બોટલમાં ભરી દેવો અને દરરોજ સવારે નરણાં કોઠે ત્રણ ચમચી રસ પીવો. આનાથી હૃદય તરફ જતી બધી બ્લોક થયેલી રક્તવાહિનીઓ ખુલવા માંડશે. વિશેષમાં આ બાબતમાં કોઈ સારા વૈધરાજને પુછીને આ પ્રયોગ અંગે જાણકારી મેળવી લેવી જરૂરી છે.

આ ઉપરાંત ડાયાબિટીસના દર્દિઓને માટે અકસીર ઈલાજ સમાન એક પ્રયોગ પણ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

છેલ્લાં ૨૦ વર્ષથી પણ વધારે સમયથી દિવસમાં બે ઈન્સ્યુલીન લેતી એક ૬૫ વર્ષની મહિલાએ ઘરની બનાવેલ આ દવાનો પ્રયોગ કર્યો છે અને તેણીએ ડાયાબિટીસથી સંપૂર્ણ મુક્તિ મેળવેલ છે, એટલું જ નહિં તે પોતાનું રોજીંદુ ભોજન મીઠાઈ સાથે લઈ શકે છે, ડોક્ટરે તેમને ઈન્સ્યુલીન તથા ડાયાબિટીસની બધી દવાઓ બંધ કરવા સુચવેલ છે. ડૉ. ટોની આલ્મેડિયો (બોમ્બે કિડની સ્પેશ્યાલિસ્ટ) એ પ્રયોગ દ્વારા એક આવી દવાનું સંશોધન કરેલ છે. જેના દ્વારા ડાયાબિટીસનાં દર્દી સફળતા પૂર્વક બહાર નીકળી શકે છે.

સામગ્રીઓ(ગાંધીની દુકાને મળશે) :

(૧) આખા ઘઉં : ૧૦૦ ગ્રામ
(૨) ખાવાનો ગુંદ : ૧૦૦ ગ્રામ
(૩) જવ : ૧૦૦ ગ્રામ
(૪) કલૌંજી (કાળા તલ જેવી લાગે): ૧૦૦ ગ્રામ

ઉપર બતાવેલ તમામ વસ્તુઓને સવારે પાંચ ગ્લાસ પાણીની અંદર કાચના વાસણમાં પલાળી દેવી, ત્યાર બાદ સાંજે દશ મિનિટ સુધી ઉકાળવું. ઠંડુ થઈ ગયા પછી જીણા કપડાથી ગાળી સવારે કાચની બોટલ અથવા અન્ય કાચના વાસણમાં ભરી દેવું.

ઉપયોગ કઈ રીતે કરશો :

રોજ સવારે નરણે કોઠે તૈયાર કરેલ પાણીમાંથી એક ચાનો કપ જેટલું પીવું. આ રીતે સતત સાત દિવસ સુધી ચાલુ રાખવું. બીજા અઠવાડિયે વહેલી સવારે એકાંતરે પાણી પીવાનું ચાલુ રાખવું. તમારા આશ્ચર્ય વચ્ચે તમને જણાશે કે કોઈ પણ જાતની આડ અસર વગર તમારો રોજીંદો ખોરાક લઈ શકશો. હું વિનંતી કરુ છું કે આ ઈલાજ બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડશો જેથી વધારે લોકો તેનો લાભ લઈ શકે.

[સાભાર : કાઠી અભ્યુધ્ય અને કારડીયા રજપુત બંધુ — સંકલન ડૉ. દેવલબેન વાંક]