બાળક

| 1 Minute Read

બાળક એ કંઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ. એ એક જયોતિ છે, જેને પેટાવવાની છે.
— આઈન્સ્ટાઈન

સાથે બોલવાની, સાથે ચાલવાની, સાથે ગાવાની અને સાથે કામ કરવાની ટેવ બાળપણથી જ બાળકોમાં પાડવી જોઈએ.
— પંડિત ઓમકારનાથજી

ડંખ વગરના માણસો પેદા કરવાનું કામ બાળ-કેળવણીએ કરવાનું છે.
— દર્શક

બાળકોને પણ આબરૂ હોય છે. ફજેતાથી તેઓ કરમાઈ જાય છે. મોટેરાં કરતાં બાળકોમાં સ્વામાનની લાગણી તીવ્ર હોય છે.
— કાકા કાલેલકર

દરેક બાળક પોતાના ગજા પ્રમાણે બોજો ઉપાડે તો તેનું ભલુ થાય. તેના ઉપર પરાણે કંઈ લાદવામાં સારૂં નથી.
— ગિજુભાઈ

બાળકો પ્રારબ્ધનો ભોગ બન્યો હોય તે શકય છે પરંતુ તે આપણી ઉપેક્ષાનો ભોગ તો નહિ જ બનવાં જોઈએ.
— જહોન કેનેડી