બે વ્યક્તિ એક સરખી ના હોઈ શકે

વેમૂરિ બલરામ

| 2 Minute Read

સામાન્ય રીતે આપણને એવું ગમે છે કે બધાં પર આપણો જ અધિકાર હોય. આપણે આદેશ આપીએ છીએ કે બીજા આપણા ચીંધેલા માર્ગ પર જ ચાલે. જો એ એવું ન કરે તો આપણે તેમને ખોટા સાબિત કરીતે છીએ.

જો કોઈ લોકો આપણને પસંદ પડી હોય તેવી ફિલ્મ ને નાપસંદ કરે તો આપણે તેમની ટીકા કરીએ છીએ. તેમની પસંદની ટીકા કરીએ છીએ. એવી જ રીતે આપણને જે ફિલ્મ ન ગમે તે જો હિટ જાય, તો આપણે કહીએ છીએ કે લોકો ગાંડા છે.

એક પુસ્તક મેળામાં ઘણા બધા લેખકોનાં અલગ-અગલ વિષય પરનાં પુસ્તકો હશે. આપણે એક ખાસ પ્રકારની રચનાને પસંદ કરીએ છીએ. આ પુસ્તકોને ખરીદીને આપણે પાછા જવું જોઈએ. પરંતુ એમ કરવાના બદલે, આપણને પસંદ ન હોય તેવાં પુસ્તકો પ્રદર્શનમાંથી દૂર કરવા કાળા ઝંડા લઈને સૂત્રોચ્યાર કરીએ એ બરાબર નથી.

આમ જોઈએ તો ઘરના ચાર સભ્યોના અભિપ્રાય પણ સરખા નથી હોતા. આપણને એક ચીજ પસંદ હોય પત્નીને બીજી, દીકરીની અને દીકરાની પસંદ પણ એક નથી હોતી. પરિવારના સદસ્યોમાં જ આટલો ફેર હોય છે, પરંતુ એ વાતથી એમ ન માની શકાય કે એ બધા હળી-મળીને નહીં રહેતાં હોય.

બધાંના પોતાના અલગ-અલગ વિચાર હોય છે. દિશા અલગ હોય છે, જીવન જીવવાની રીત જુદી હોય છે. જો સંક્ષિપ્તમાં કહીએ તો, દરેક વ્યક્તિ પોતાના આગવા વ્યક્તિત્વને જાળવી રાખવાનો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ બીજાની પસંદ જાણીને જ્યારે આપણે તેને માનથી નિહાળીએ છીએ ત્યારે જ સ્વયં માન પ્રાપ્ત કરી શકીએ છીએ.

બીજાની બાબતમાં દખલ કરવી, દુર્વ્યવહાર કરવો એ ખોટું છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની માલિક છે. દરેક વ્યક્તિ પોતાનું સારું- નરસું સમજી શકે છે.

[સાભાર: “માઈનસને કરો પ્લસ”, લેખક: વેમૂરિ બલરામ]