ભગવાનનો પત્ર

સુરેશ-અલકા પ્રજાપતિ

| 2 Minute Read

તારીખ : આજની જ

હું ભગવાન, આજે તમને બે શબ્દો લખવા માગું છું. ધ્યાનથી વાંચજો. આજે હું તમને તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો બતાવું છું.

  • કોઈ સમસ્યા તમારાથી હલ ન થઈ શકે તો એને મારા મંદિરમાં રહેલી પ્રાર્થનાપોટલીમાં મૂકી દેવી. મારી ઉપર શ્રદ્ધા રાખી તમે માત્ર ધીરજ રાખીને રાહ જુઓ. યોગ્ય સમયે હું તેને હલ કરીશ.
  • તમે ધંધા કે નોકરીથી કંટાળો કે મુશ્કેલીમાં મુકાઓ ત્યારે આજુબાજુમાં રહેતા એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
  • તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવો લોકોને યાદ કરજો જે રોજનું લાવીને રોજ ખાતા હોય અને જેમને મન રજા એટલે સજા.
  • ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો દુ:ખી થવાને બદલે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. તમે તે વ્યક્તિ નથી એવું વિચારી ચાલવા માંડજો.
  • જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીયે આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય, એ પહેલાં જેને મૃત્યુ આંબી ગયું હોય.
  • કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારૂં અપમાન કરે, તમને નુકસાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એના જેવા નથી!

અને છેલ્લે…

તમારી સમસ્યાઓ હું જ હલ કરવાનો છું મારામાં વિશ્વાસ રાખજો. તમને યાદ તો હશે કે સુદામાને કંઈ કહેવું નહોતું પડ્યું. મને બધી ખબર છે. પણ હું તમારા માટે વધારે સારૂં વિચારું ત્યારે તમે ખૂબ ઉતાવળ કરો છો.

તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને તેમજ સગાંવહાલાંને જરૂર મોક્લી શકો છો.

બસ એજ.
લિ. દ્વારકાધીશ

[સાભાર : એક અનોખી આશા, લેખક : સુરેશ-અલકા પ્રજાપતિ]