દાક્તરનો ઉત્કૃષ્ઠ સેવાભાવ

ડૉ. શર્મિષ્ઠા સોનેજી

| 1 Minute Read

મોબાઈલની રીંગ વાગી. દાક્તર તરત જ ગાડીમાં બેસી હૉસ્પીટલ પહોંચ્યા. બાળકના એક્સીડન્ટ કેસની સર્જરી કરવા અપરેશન થિયેટર પાસે પહોંચ્યા.

બાળકના પિતાએ કહ્યું, “દાક્તર સાહેબ, કેમ મોડું કર્યું ? મારા બાળકનો જીવ જોખમમાં છે.”

દાક્તરે કહ્યું, “બહારથી આવ્યો તેથી મોડું થયું છે. ચિંતા ન કરશો.”

દાક્તર બે કલાક પછી થિયેટરમાંથી બહાર આવ્યા અને શાંતિનો શ્વાસ લીધો. તેઓએ પ્રસન્નતાથી બાળકના પિતાને કહું, “અપરેશન સફળ થયું છે. બાળક બચી ગયો છે !” અને તરત જ ચાલી નીકળ્યા. બાળકના પિતાને આશ્ચર્ય થયું કે સાહેબ પ્રતિભાવ સાંભળવા પણ ઊભા ન રહ્યા !

થોડી વાર પછી થિયેટરમાંથી સીસ્ટર બહાર આવી. બાળકના પિતાએ પૂછ્યું, “દાક્તર કેમ આટલા જલ્દી ચાલ્યા ગયા?” આ સાંભળી સીસ્ટરની આંખમાં આંસુ આવી ગયા.

તેણીએ કહલ્યું, “ભાઈ, ગઈ કાલે રાત્રે દાક્તર સાહેબનો દીકરો એક્સીડન્ટમાં ગુજરી ગયો છે. તેઓ અત્યારે તેની સ્મશાન યાત્રામાંથી તમારા બાળકના ઓપરેશન માટે આવ્યા હતા અને અહીંથી સીધા તેઓ ત્યાં જ ગયા છે.”

આ સાંભળી બાળકના પિતા આ પ્રભુના પયંગબરને હૃદયથી વંદન કરી રડી પડ્યા. આ હતી ડૉકટરની અલૌકિક સેવાભાવના!

સેવાધર્મો પરમ ગહનો યોગીનામ્‌ અપિ અગમ્યમ્‌

[સંકલન : પૂ. બહેનશ્રી ડૉ.શર્મિષ્ઠા સોનેજી, “જીવન ઉધાન” માંથી સાભાર]