ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?

ડૉ. હરીશ પારેખ

| 2 Minute Read

સત્વ એટલે કવૉલિટી. તમારી આજુબાજુ બધાનું નિરીક્ષણ કરશો તો તમને જણાશે કે મહત્તમ લોકો પ્રેક્ટિકલ એટલે કે ભૌતિક ધ્યેય સાથે જીવતા હશે. બધા ભ્રષ્ટાચાર કરે છે તો હું પણ કરું મને મારી નિષ્ઠાએ કશું આપ્યું નથી તેથી હું મારું ધ્યેય આદર્શોને આધારે નહીં પણ જમાના પ્રમાણે ઘડીશ.

આ વિચારણા લોકોની છે. શું તમે પણ એજ વિચારણાને આધારે તમારૂં ધ્યેય ઘડશો કે તમારું કોઈ આઈડિયલ ધ્યેય છે? શું તમે ઘેટાં-બકરાં જ બનીને જીવન પસાર કરી દેવા માંગો છો કે માનવ બનીને જીવવા માંગો છો ?

એક બાગમાં ફુલ અને કાંટા વચ્ચે સંવાદ થઈ ગયો.

કાંટાને ફુલની નરમાશ ગમતી નહોતી. તેથી તેણે કહ્યું “જે ઈચ્છે તે તને તોડી જાય છે અને તું ચુપચાપ સહન કરી લે છે. મારી સામે કોઈની જોવાની હિંમત નથી. હું તો એને લોહીલુહાણ કરી નાખું.”

ફુલ કહે “તારું ધ્યેય જુદું છે અને મારું ધ્યેય જુદું છે. મારું ધ્યેય બીજાના ઉપયોગમાં આવવાનું છે. ભલે મને ટુંકું જીવન મળ્યું છે, પણ હું મારું જીવન ચોક્કસ ધ્યેય સાથે જીવું છું. જયારે મને કોઈ જુએ છે ત્યારે ઝુમી ઊઠે છે. બીજાનું સુખ એ જ મારું લક્ષ્ય.”

આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેના પર આપણું ધ્યાન હોવું જરૂરી છે. પરંતુ ધ્યાન કેન્દ્રિત તો આપણા લક્ષ્ય ઉપર જ થયેલું હોવું જોઈએ. — દત્તોપંત ઠેંગડી

અન્ય પ્રશ્નો:
👉 ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?
👉 ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?
👉 ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “ધ્યેય” માંથી સાભાર]