ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

તમે જે ધ્યેય માટે ચાલી રહ્યા છો, દોડી રહ્યા છો, એ ધ્યેય પ્રત્યે તમારી માનસિકતા કેવી છે? શું તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય તમારા ધ્યેયને પોષણ આપે છે? તમે એ કાર્યને મનથી સ્વીકારો છો? તમે એ કાર્યને ધ્યેય સાથે જોડી શકો છો ?

બે નાનપણનાં મિત્રો હતા. એક ટપાલી થયો અને એક સુરક્ષાકર્મી થયો. ટપાલી ટપાલ પહોંચાડવા માટે લગભગ દસ ક્લોમીટર ચાલે. સુરક્ષાકર્મી પણ પાંચ-દસ કિલોમીટર દોડી શરીર કસાયેલું રાખે.

એકવાર બંને અચાનક મળી ગયા. પેલો પહેલવાન એક મહાત્માનો સુરક્ષા કર્મી હતો. ટપાલીનું નિર્બળ શરીર જોઈ કહ્યું, “મિત્ર તું કહે છે, તું દરરોજ દસ ક્લિમીટર ચાલે છે છતાં આવું શરીર? અને હું પણ એજ કામ કરું છું છતાં મારું શરીર જો.”

ટપાલી મુંઝવણમાં મુકાઈ ગયો. આ જોઈ મહાત્મા કહે, “એ પોતાના ચાલવાને વેઠ સમજે છે. મજુરી સમજે છે જ્યારે તું રસથી દોડે છે. શરીર સાચવવાની દષ્ટિથી દોડે છે. તેથી તને ફાયદો થાય છે અને એને નુકસાન જાય છે.”

આદર્શના પથ ઉપર કોઈ પરીએ ગુલાબની પાંખડી નથી પાથરી, ત્યાં કાંટા વેરાયેલા હોય છે. - વજુ કોટક

અન્ય પ્રશ્નો:
👉 ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?
👉 ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?
👉 ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “ધ્યેય” માંથી સાભાર]