ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

ધ્યેય નક્કી કરતાં પહેલાં કે એને અમલમાં મુક્તાં પહેલા આપણે આપણા સાધનોને અને આપણી માનસિકતાને ચકાસી લેવી જોઈએ.

ઘણીવાર આપણી માનસિકતા જ આપણા ધ્યેયને અનુફૂળ હોતી નથી. આપણે જવું હોય છે હિમાલય અને આપણે રસ્તો પકડીએ કન્યાકુમારીનો. આવી માનસિકતા આપણને યોગ્ય મંઝિલ પર પહોંચાડતી નથી પછી આપણા બધા જ પ્રયત્નો વ્યર્થ જાય છે.

એક ભાઈ જમાવા બેઠાં. આજે જમવામાં દુધપાક બનાવ્યો હતો. પણ એણે જોયું તો એની પત્ની દુધપાકની ચમચી ભરીને વોશબેઝીનમાં નાખતી હતી એક ચમચી બે ચમચી…. દસ ચમચી…..

પતિએ જોયું તો પૂછ્યું, શું કરે છે ?

પત્ની કહે દુધપાકમાં કીડી પડી છે પણ નીકળતી નથી.

પતિ ઊભો થઈને આવ્યો. પતિએ નિરીક્ષણ કર્યું અને કહ્યું, તું આ બધો દુધપાક ઢોળી નાખીશ તોય કીડી નીકળશે નહીં.

પત્ની કહે, કેમ ?

પતિ કહે, કીડી દુધપાકમાં નહીં, પણ તારા ચશ્મા પર છે.

પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલ છે. — ભગવાન બુદ્ધ

અન્ય પ્રશ્ન: 👉 ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “ધ્યેય” માંથી સાભાર]