ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

એવા માર્ગો પસંદ કરવા જોઈએ નહીં કે ધ્યેયપ્રાપ્તિ થઈ જાય પણ આપણું જીવન ખોવાઈ જાય. ધ્યેય એવું હોવું જોઈએ જેમાં ધ્યેય પ્રાપ્તિનો આનંદ પણ મળે અને જીવન પણ સારું બને. ઈર્ષાવૃત્તિથી કે સ્પર્ધાભાવથી કે દેખાડા માટે કરેલી ધ્યેયયાત્રા ધ્યેયપ્રાત્તિ તો કરાવશે, પણ એ પ્રાપ્તિ સાચો જીવનનો આનંદ આપી શકશે નહીં.

એક શેઠાણી હતાં. એમણે હાથીદાંતનો ચુડો બનાવડાવ્યો. તેથી બધા પ્રશંસા કરવા લાગ્યા. આ જોઈ એક ગરીબ સ્ત્રીને પણ ચૂડો લાવવાનું મન થયું તેણે પતિને કહ્યું. પતિએ કહ્યું આપણી શક્તિ નથી કે આપણે હાથી દાંતનો ચુડો લાવીએ. પત્નીએ જિદ્‌ કરી. પતિએ ઊંચા વ્યાજે પૈસા લઈ દેવું કરી ચુડો લાવી આપ્યો.

સ્ત્રીએ ચુડો પહેર્યો પણ કોઈ જોવા આવે જ નહીં. ઘરની બહાર બેસી રહી વારંવાર ચુડો આમથી તેમ કર્યાં કરે પણ કોઈ જોવા ફરકે નહીં. તેણે ગુસ્સામાં પોતાની ઝુંપડીને આગ ચાંપી દીધી. બધું બળીને ખાક થઈ ગયું બધાએ પૂછ્યું, બહેન, બધું ખાક થઈ ગયું, બહેન કાંઈ બચ્યુ કે નહીં? ગરીબ સ્ત્રી કહ્યું હા, જુઓ, આ હાથીદાંતનો ચુડો બચ્ચો છે અને તે ચૂડાની પ્રશંસા સાંભળી તે રાજી-રાજી થઈ ગઈ.

ખરો ધ્યેયવાદી પતંગની માફક નહીં વૃક્ષની માફક ઉપર ચડે છે કે જેના પગ ધરતી પર મંડાયેલા રહે. — દત્તોપંત ઠેંગડી

અન્ય પ્રશ્નો:
👉 ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?
👉 ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?
👉 ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “ધ્યેય” માંથી સાભાર]