દુનિયા બદલવા જતાં....

મુકેશ પટેલ અને કૃતિ શાહ

| 1 Minute Read

જ્યારે હું નવલોહિયો યુવાન હતો,
દુનિયાને મારે બદલવી હતી.
પણ મને દુનિયા બદલવાનું અઘરૂં લાગ્યું,
એટલે મેં મારા દેશને બદલવાનું નક્કી કર્યું.

પરંતુ મેં જોયું કે દેશ પણ હું બદલી શક્યો નહીં,
એટલે મેં ધ્યાન આપ્યું મારા શહેર ઉપર.
મારા શહેરને પણ ન બદલી શક્યો અને ઉંમર થતાં
મેં મારા કુટુંબને બદલવાનો પ્રયાસ શરૂ કર્યો.

હવે એક વૃદ્ધ તરીકે, મને સમજાયું છે કે
બદલી શકું તો હું કેવળ જાતને.
અને અચાનક એ પણ સમજાયું, કે વર્ષો પહેલાં
મેં મારી જાતને બદલી હોત તો
પાડી શક્યો હોત તેનો પ્રભાવ મારા કુટુંબ પર.

મારો પરિવાર અને હું બન્ને મળીને
અમારા નગર ઉપર પણ પ્રભાવ પાડી શક્યા હોત.
એની અસરથી બદલાયો હોત મારો દેશ
અને આમ, સાચે જ, હું દુનિયાને પલટી શક્યો હોત !

[મુકેશ પટેલ અને કૃતિ શાહ સંપાદિત “જીવન પ્રેરક ચિંતન રત્નો” માંથી સાભાર]