... એ તારી જનેતા હતી

| 1 Minute Read

જયારે તું એક વર્ષનો હતો.
એણે તને દુધ પીવરાવ્યું. તને નવરાવ્યો.
તેં એનો આભાર માન્યો રડી રડીને.

જયારે તું બે વર્ષને થયો.
એણે તને ચાલતાં શીખવ્યું.
તેં એનો આભાર માન્યો ભાગી ભાગીને.

જયારે તું ચાર વર્ષનો થયો.
એણે તને લખતાં-દોરતાં શીખવ્યું.
તેં એનો આભાર માન્યો દિવાલો ચીતરીને.

જયારે તું તેરનો થયો.
એણે તને સરખા વાળ કપાવવાનું કહ્યું.
તેં એનો આભાર માન્યો “તને ફેશનમાં શું ખબર પડે” કહીને!

જયારે તું પંદરનો થયો.
એ કામેથી આવતી, તને ભેટવા ઝંખતી.
તેં એનો આભાર માન્યો આખી રાત બહાર પાર્ટીમાં રહીને!

જયારે તું વીસનો થયો.
એ આતુર હતી જાણવા તારા જીવનને!
તેં એનો આભાર માન્યો “મારી પંચાત ન કર એમ કહીને!”

જયારે તું બાપ બન્યો.
એ તારા પુત્ર માટે ઉત્સાહી અને ચિંતિત હતી.
તેં એનો આભાર માન્યો “તારી બાળક ઉછેરવાની રીત જૂના જમાનાની છે” એમ કહીને!

જયારે તું ચાલીસનો થયો.
એણે તારો અવાજ સાંભળવા ફોન કર્યો.
તેં એનો આભાર માન્યો “મને ડિસ્ટર્બ ન કર” કહીને.

જયારે તું પચાસનો થયો.
એ માંદી પડી.
તેં એને તરછોડી, ઘરડી થઈ ગઈ છો એમ કહીને!

અને એક દિવસ એ ચિરનિંદ્રામાં પોઢી ગઈ
ત્યારે તને ભાન થયું કે…
એ તારી જનેતા હતી.

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]