હા, મળી ગયું !

શાંતીલાલ ડગલી

| 1 Minute Read

એક દાદા-દાદીની આ વાત છે. સામાન્‍ય રીતે દરેકના જીવનમાં બનતું હોય છે એવું એક દિવસ એ બે વચ્ચે બન્યું.

આમ તો, બંન્ને વચ્યે ગણો પ્રેમ હતો, પણ એક દિવસ કોઈ નજીવી બાબતમાં બોલાયાલી થઈ અને દાદીમા એટલાં ગુસ્સે થઈ ગયાં કે એમણે દાદાજી જોડે બોલવાનું જ બંધ કરી દીધું.

બીજા દિવસે દાદાજી તો આ બધું ભૂલી ગયા હતા પણ દાદીમાનો રોષ ઉતર્યો ન હતો. એમનાં અબોલાં ચાલુ હતાં. એમનો રોષ ઊતરે એ માટે દાદાજીએ ઘણા પ્રયાસ કરી જોયા પણ દાદીમા પલળ્યાં નહિં.

કબાટનાં ખાનાં ખોલી દાદાજી કાંઈ શોધવા લાગ્યા. થોડો વખત આમ ચાલ્યું એટલે દાદીમાંથી રહેવાયું નહિં.

“તમે ક્યારના શું શોધી રહ્યાં છો ?”, દાદીમાએ અકળાઈને પૂછયું.

“અરે, હા. મને મળી ગયું !”, દાદાજીએ હસતાં હસતાં કહ્યું.

અને ઉમેર્યું : “હું તો તારો અવાજ શોધતો હતો ! ભગવાનની કેવી દયા !”

[શાંતીલાલ ડગલી સંપાદિત “સદ્ગુણ પ્રેરક પ્રસંગો” માંથી સાભાર]

હૃદયપ્રેરક પ્રસંગો - જે પ્રસંગોમાં સદ્ગુણ પ્રગટ થતો હોય તેવા પ્રસંગો

[પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]