હાસ્યોપચાર

રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર

| 2 Minute Read

“દાકતર, મારા હૃદયમાં કશો ખોટકો જણાય છે ?”

“મેં તમારી પૂરેપૂરી તપાસ કરેલી છે અને હું ખાતરી પૂર્વક કહી શકુ છું કે તમે જીવશો ત્યાં લગી આ હૃદય બરાબર કામ આપશે.”

😂😂😂😂😂😂😂

દરદીની પથારી પાસે આવતાં દાક્તરે સ્મિત ક્યું “ગઈકાલ કરતાં આજે તમે ઘણા સારા લાગો છો.”

“અલબત મને પણ સારૂં લાગે છે. દાક્તર હું ધારું છું કે તમે આપેલી દવાની શીશી પરની સુચનાનો મેં બરાબર અમલ કર્યો તેથી હશે”

“શી સુચના હતી એ ?”

“આ બાટલીને બરાબર બંધ રાખવી”

😂😂😂😂😂😂😂

ચશ્માંની દુકાનના સફળ માલિક ઘરાકને બિલની રકમ કેવી રીતે કહેવી તેવું શિક્ષણ પોતાના પુત્રને આપી રહ્યા હતા.

“જો ભાઈ” એ બોલ્યા ચશ્માં બરાબર બંધ બેસતા થઈ જાય પછી એ પૂછે કે “કેટલા પૈસા ?” એટલે તારે “૮૦ રૂપિયા” કહીને જરાક અટકવું ને જોવું કે એ થડકે છે ?

જો ધરાક થડકારો ન અનુભવે તો પછી આગળ વધવું “ફ્રૅમના અને બીજા ૮૦ રૂપિયા” અને ફરીથી અટકવું, જરાક જ અને થડકારો થાય છે કે કેમ તે જોવું. જો ધરાક આ વખતે પણ ન થડકે તો ભાર દઈને કહેવું “દરેક કાચના”.

😂😂😂😂😂😂😂

“એલા ! આ ટોમેટો કેચઅપમાં કોળું જ વધારે લાગે છે.”

“ના સાહેબ ફીફટી - ફીફટી છે.”

“એટલે ?”

“સાહેબ એક ટમેટા દીઠ એક કોળું, ફીફટી - ફીફટી !”

😂😂😂😂😂😂😂

[રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર સંપાદિત “શાંત તોમાર છંદ” માંથી સાભાર]

ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો મુલ્યવાન સંગ્રહ. આ પુસ્તકની આવકમાંથી બયતી રકમ માનવ સેવાના ઉમદા હેતુ માટે વાપરવામાં આવે છે.

[પ્રકાશક : વનરાજ પટેલ, મિડિયા પબ્લીકેશન, ૧૦૩-૦૪ મંગલમૂર્તિ, કાળવા ચોક, જુનાગઢ]