હે પ્રભુ એટલી કૃપા કરજે

ગુણવંત શાહ

| 1 Minute Read

પાદડું ખરી પડે પછી સડે છે,
પુષ્પ ખરી પડે પછી સડે છે,
પરંતુ
માણસ સડી જાય પછી ખરે છે.
આવું શા માટે ?

હે પ્રભુ!
સ્વજનો મારી દયા ખાય
તે પહેલા તું એક દયા કરજે
જીવનને સમજવમાં હું ભલે મોડો પડયો
પરંતું
મૃત્યુને પામવામાં હું મોડો ન પડું
એટલી કૃપા કરજે.

સાંજ પડે સૂરજ આથમી જાય,
એમ હું આથમી જવા ઈચ્છું છું.
હું સડી જાઉ
તે પહેલા ખરી પડવા ઈચ્છું છું.

[ગુણવંત શાહ લિખિત “કેક્ટસ ફલાવર” માંથી સાભાર]

ગુજરાતમાં જાણીતું નામ એટલે ગુણવંત શાહ. આ પુસ્તક લેખકના નિબંધ સંગ્રહો પૈકી એક નિબંધ સંગ્રહ છે. જેમાં વિશિષ્ટ રીતે તેમણે પ્રસંગોનું વર્ણન કરેલ છે.

[પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]