જીવનમંત્ર
સ્વામી વિવેકાનંદ
મરવાનું અનિવાર્ય છે,
તો એક મહાન આદર્શ માટે
મરી ફીટવાનું ઈચ્છો.
આદર્શહીન જીવન જીવવું
એ વ્યર્થ બોજારૂપ છે.
આ આદર્શનો,
આ મંત્રનો,
ઘેરઘેર પ્રચાર કરો.
આથી તમને તો ફાયદો થશે જ
સાથેસાથે તમે
આપણા દેશનું ભલું પણ કરશો.
કાર્ય કરો, નિષ્કામ કાર્ય કરો.
મૃત્યુ
દિવસે દિવસે નજીક આવતું જાય છે.
એટલે ઝડપ કરો.
— સ્વામી વિવેકાનંદ
[દિનકર જોષી સંપાદિત “માણસે માગેલું વરદાન” માંથી સાભાર]
સત્ય-અસત્ય અને પાપ-પુણ્યની હદયસ્પર્ચી વાતો પર કરતું પુસ્તક
[પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]