માં ને જીવતા જ બધાં સુખો આપીએ

એક દીકરો

| 1 Minute Read

એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે “આજે માનું શ્રાધ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.”

મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલુ તે પહેલાં ખુદ એની માતા હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોચ્યા.

મે મિત્રના બરડે ધબ્બો લગાવતાં પૂછ્યું, “ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!

એમણે આગળ કહ્યું : “મને ડાયાબીટીસ છે, પણ એમને લાડુ, દુધપાક, સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબા છાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાતી વધુ પુણ્ય મળે છે !”

મિત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે.

આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતિને લાડુ દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું. પણ યાદ રહે કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. માવતરને જીવતા જ બધાં સુખો આપીએ. એ ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]