મા તે મા બીજા બધા વગડાના વા

| 1 Minute Read

બોલતા શીખ્યો તો મારો પહેલો શબ્દ હતો “મા”
સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો “ઓયમા”

સ્કૂલે જતા જતા રોજ કહેતો “બાય બાય મા”
મિત્રો ને હમેશા ખુશીથી કહેતો “આ તો મારી મા”

ભાઈ બહેનોને ઝઘડી ને કહેતો “મારા એક્લાની મા”
કોલેજથી ફરવા જવું હોય તો કહેતો “પ્લીઝ, મા”

પપ્પા ગુસ્સો કરે તો તુરંત કહેતો “જો ને, મા”
ફોરેન ગયો તો યાદ આવતી “હંમેશા તારી, મા”

સંસારિક મુંજવણથી ઘેંરાયો તો મનમાં કહ્યું “હવે શું થશે મા?”
પણ તે હંમેશા હિંમત આપીને કહ્યું “ખમ્માં મા ખમ્માં”

આજે દિલ ખોલીને કહેવા માંગું છું “ઓ રે મા”
ક્યારેક ભૂલથી પણ તારૂં દિલ દુખાવ્યું હોય તો “માફ કરજે મા”
જીંદગી ની આખરી ખ્વાઈશ રહેશે કે હર જન્મમાં બને “તુંજ મારી મા”…!!

૦-૦-૦-૦-૦-૦-૦-૦

ખુબ જ મહેનત કરીને ઘેર આવો ત્યારે…
ડેડી પૂછે : “ક્તિના કમાયા ?”
પત્ની પૂછે : કિંતના બચાયા ?”
છોકરાઓ પૂછે : “હમારે લીયે કયા લાયા ?”
ફક્ત મા જ પૂછશે : “બેટા તુમને કુછ ખાયા ?”

એટલે જ તો કહેવાય છે….
મા તે મા બીજા વગડાના વા…..

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]