મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે

| 1 Minute Read

કહે છે કે સ્ત્રી મકાનને ઘર બનાવે છે, પરંતુ મકાનને ઘર બનાવનારી ગૃહિણી પાસે પોતાનો રહી શકાય તેવો ખૂણો ભાગ્યે જ હોય છે.

ગુજરાતી ભાષાની નવલકથામાં “સાત પગલાં આકાશમાં” નું નામ લેવાય છે. એની નાયિકા વસુધાને સતત એક જ અભાવ સાલે છે એ પોતાના ઘરમાં પણ પોતાની મરજીથી રહી શક્તી નથી. “સાત પગલા આકાશમાં” ની વસુધાનો અવાજ અનેક ગુજરાતી ગૃહિણીઓનો હશે જ!

રમેશ જોષીનું એક વાક્ય વાંચવા મળ્યું.

“જયારે હું નાનો હતો અને…આખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે.”

લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્ચિમની અસર થઈ છે. જે માં દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી.

કવિ ગુલાબદાન કહે છે :

માની ઝૂંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી…
આજે પાંચ પુત્રોના બંગલામાં….
એક માવડી નથી સચવાતી
તો શરમ અને સંસ્કૃતિ કયાં ગઈ ?
આલીશાન બંગલામાં પોષાય આલ્સેશીયન
પણ એક માવડી નથી પોસાતી !

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]