મચ્છર મારવાની અગરબત્તી માણસને પણ મારી શકે છે !

| 2 Minute Read

મોસ્કિટોમેટના ધૂમાડાથી ૭૫ સીગારેટના ધૂમાડા જેટલું નુકસાન થાય છે.

એક સમય હતો કે ગામડાંના લોકો મચ્છર ભગાડવા માટે લીમડાના પાનની ધૂમાડી કરતા. એ ઉપાય શ્રેષ્ઠ હતો. હવે લીમડાના પાન તોડવાનો કે ધૂમાડી કરવાનો કોઈની પાસે સમય નથી. એટલે મચ્છર મારવા, ભગાડવા માટે મોસ્કિટોમેટનો ઉપયોગ કરે છે અથવા મોસ્કિટો લિક્વિડ પણ આવી ગયાં છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે મોસ્કિટોમેટ કે લિક્વિડ બન્ને માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

બીજા દેશો કરતાં ભારતમાં મચ્છરોનો ઉપદ્રવ વધારે છે. એ જોતાં મોસ્કિટોમેટ બનાવતી કંપનીઓ અગરબત્તીમાં વધારે રસાયણ ઉમેરીને અગરબત્તીને જલદ્દ કરે છે. એન્વાયર્નમેન્ટલ હેલ્થ પર્સપેકટીવ નામના આંતરષ્ટ્રી મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર મોસ્કિટોમેટના ધૂમાડાના કારણે આપણાં ફેફસાંને ૭૫ સીગારેટના ધૂમાડા જેટલું નુકસાન થાય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઈડના સંશોધકોએ કરેલા અભ્યાસ મુજબ, મચ્છર મારવાની અગરબત્તીઓમાં પાયરેથ્રોઈડ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય છે. આ અગરબત્તીમાં જંતુનાશક દવાની તાકાત વધારવા માટે સિનેર્જીસ્ટ તરીકે ડી-એલેથરિન નામના રસાયણનો પણ ઉપયોગ થાય છે. આ રસાયણ સ્વતંત્ર રીતે બિનહાનિકારક છે પણ તેનું સંયોજન બીજા કોઈ રસાયણ સાથે કરવામાં આવે તો તે ખતરનારક બની જાય છે. આપણે ત્યાં મચ્છર ભગાડવાની અગરબત્તી ચાલું કરીને બારી- બારણાં બંધ કરી દેવામાં આવે છે, તેના કારણે આપણા શ્વાસમાં ધૂમાડો વધારે પડતો જાય છે અને તે ખૂબ નુકસાન કરે છે. અગરબત્તી સળગાવ્યા પછી ડી-એલેથિરન રસાયણ બળે ત્યારે તેમાંથી બાઈક્લોરોમિથાઈલ ઈથર નામનું ઝેરી રસાયણ પેદા થાય છે, આ ઝેરી રસાયણ ફેફસાનું કેન્સર પેદા કરે છે.

ભારતમાં બનતી મચ્છરની. અગરબત્તીમાં ડી-એલેથ્રિન અને ડી- ટ્રાન્સએલેથરિન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. હકીકતે મચ્છર મારવા કે ભગાડવા માટે લીમડાના પાનની ધુમાડી કે પછી ગુગળનો ધૂપ વધારે સારો ઉપાય છે. આનાથી ફાયદો એ છે કે ધુપમાં રહેલા ૧૭ પ્રકારના તત્વો કે જે આયુર્વેદીક છે તે આપણા શ્વાસમાં જાય તો શરીરમાં ઉદ્દભવેલા બેકટેરીયા નાશ પામે છે અને આપણા સ્વાસ્થ્યને ફાયદાકારક પણ છે. જ્યારે મોસ્કિટો કોઈલ તબીયત માટે નુકસાન કર્તા છે.

[શ્રી ખોડલધામ સ્મૃતિ અંક મે-૨૦૧૩ માંથી સાભાર]