મને કેવળ તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ

રામકૃષ્ણ પરમહંસ

| 1 Minute Read

આ રહ્યું તારૂં પુણ્ય, આ રહ્યું તારૂં પાપ;
બન્ને લઈલે અને મને કેવળ,
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.

આ રહું તારૂં જ્ઞાન, આ રહ્યું તારૂં અજ્ઞાન;
બન્ને લઈલે અને મને કેવળ,
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.

આ રહી તારી પવિત્રતા અને આ રહી તારી અપવિત્રતા;
બન્ને લઈ લે અને મને કેવળ,
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.

આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ;
બન્ને લઈ લે અને મને કેવળ,
તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.

[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]

હૃદયસ્પર્શી પ્રાર્થનાઓનો અદ્ભુત સંગ્રહ. જીવનમાં આવતા પ્રસંગો અને જુદી જુદી અવસ્થામાં આસ્થા જગાડતું, ટકાવતું અને સંવર્ધિત કરતું ખુબજ સુંદર પુસ્તક.

[પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, જૈન દેરાસર સામે, અમદાવાદ]