• ડૉ. હરીશ પારેખ

  ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?

  સત્વ એટલે કવૉલિટી. તમારી આજુબાજુ બધાનું નિરીક્ષણ કરશો તો તમને જણાશે કે મહત્તમ લોકો પ્રેક્ટિકલ એટલે કે ભૌતિક ધ્યેય સાથે જીવતા હશે. બધા ભ્રષ્ટાચાર કરે છે તો હું પણ કરું મને મારી નિષ્ઠાએ કશું આપ્યું નથી તેથી હું મારું ધ્યેય આદર્શોને આધારે નહીં પણ જમાના પ્રમાણે ઘડીશ.

  👉 આગળ વાંચો...
 • ગુણવંત શાહ

  રોજ પ્રભુને “થૅન્ક યૂ” કહેજો

  એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય? સાબુને, મહેનતને કે પાણીને?

  👉 આગળ વાંચો...
 • એઇલીન કેડી

  દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો

  તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય છે. ઑકનું પ્રચંડ વૃક્ષ નાનકડા અંકુર રૂપે જન્મે છે. સૂક્ષ્મ બીજમાંથી અદ્ભૂત ફુલછોડ ખીલે છે.

  👉 આગળ વાંચો...
 • રાજુ અંધારિયા

  ત્રણ ગળણાંની કસોટી

  આપણા દોસ્ત, સગાંસંબંધી, કર્મચારી કે ઓળખીતા માટે આપણને કોઈ ઊડતી વાત કહેવામાં આવે ત્યારે બગદાદના વિદ્ધાનનું દ્રષ્ટાંત યાદ કરી લેવા જેવું ખરું.

  👉 આગળ વાંચો...
 • ડૉ. આઈ. કે. વીજળીવાળા

  સુખની પૂંછડી

  એક વખત બિલાડીનું એક નાનકડું બચ્યું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું હજુ તો એ પૂંછડી મોંમાં પકડે પકડે ત્યાં જ એ છટકી જતી હતી. એના કારણે એ વારંવાર ગોળ ગોળ ફરતું હતું અને અહીંથી તહીં દોડતું હતું.

  👉 આગળ વાંચો...
 • અરૂણ યાર્દી

  પ્રથમ પાઠશાળા માતાપિતાની

  શિક્ષણવ્યવસ્થા કે શિક્ષણપદ્ધતિની વાતો થાય છે ત્યારે અનિવાર્યપણે તે શાળા - કોલેજના સંદર્ભમાં જ થાય છે. જે ઘરમાં - જે માતાપિતાને ત્યાં બાળક જન્મ લે છે તે ‘ઘર’ સમગ્ર શિક્ષણવ્યવસ્થાનુ એક મહત્ત્વનું અંગ છે તે વાતનું વિસ્મરણ થઈ જાય છે. વાસ્તવમાં બાળક જ્યાં વારંવાર પડીને ઊભા થતાં શીખે છે, ચાલતાં શીખે છે, બોલતાં શીખે છે, પ્રતિભાવો આપતાં શીખે છે, જગતનું અવલોકન કરતાં શીખે છે તે ઘર છે. તેથી ઘર એ તો સૌથી પહેલી અને મહત્ત્વની પાઠશાળા છે. પરંતુ શિક્ષણને શાળા-કોલેજોમાં જ કેદ કરી દેવાયું હોવાથી આપણને હંમેશાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. માતાપિતા પાસેથી ગળથૂથીમાં મળેલા શિક્ષણના પાઠ કદી ભુલાતા નથી. માતાપિતાએ જાણે-અજાણે શીખવેલી બાબતોની બાળકના મન પર ચિરંજીવ છાપ રહે છે. તેથી જ આપણાં શાસ્ત્રોમાં એક માતાની સરખામણી સો શિક્ષકોસાથે કરી છે.

  👉 આગળ વાંચો...
 • ડૉ. હરીશ પારેખ

  ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?

  એવા માર્ગો પસંદ કરવા જોઈએ નહીં કે ધ્યેયપ્રાપ્તિ થઈ જાય પણ આપણું જીવન ખોવાઈ જાય. ધ્યેય એવું હોવું જોઈએ જેમાં ધ્યેય પ્રાપ્તિનો આનંદ પણ મળે અને જીવન પણ સારું બને. ઈર્ષાવૃત્તિથી કે સ્પર્ધાભાવથી કે દેખાડા માટે કરેલી ધ્યેયયાત્રા ધ્યેયપ્રાત્તિ તો કરાવશે, પણ એ પ્રાપ્તિ સાચો જીવનનો આનંદ આપી શકશે નહીં.

  👉 આગળ વાંચો...
 • નિલેશ મહેતા

  એકાગ્ર મને મહેનત

  ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ સંસ્કૃતના એક મહાન વિદ્ધાન હતા. ભારતમાં જ નહિ, વિદેશમાં પણ કેટલીક વિશ્વવિધ્યાલયોમાં તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા!

  👉 આગળ વાંચો...
 • સુરેશ-અલકા પ્રજાપતિ

  ભગવાનનો પત્ર

  તારીખ : આજની જ

  👉 આગળ વાંચો...
 • દિનકર જોષી

  આપણી પાસે સમય નથી

  એક ચીની કહેવત એવું કહે છે કે ડૉક્ટર જ્યારે દર્દીને સાંત્વન આપે છે કે હું તને સાજો કરી દઈશ ત્યારે આ સાંભળીને પરમાત્મા હસે છે. આ વાતને જ જો થોડીક વિસ્તારીને કહેવી હોય તો એમ કહી શકાય કે કોઈ પણ માણસ જ્યારે એમ કહે છે કે એને સમય મળતો નથી ત્યારે પણ પરમાત્મા હસ્યા વિના રહી શક્તા નથી. ઈશ્વરના પહેલા હાસ્યમાં કરૂણાનો ભાવ છે. ડોક્ટરના અહંકાર સામે ઈશ્વર કરૂણાસભર નેત્રે જુએ છે. ઈશ્વરના બીજા હાસ્યમાં ઘૃણાનો ભાવ છે. કેમ કે ઈશ્વર જાણે છે કે માણસ સાવેસાવ જુઠું બોલી રહ્યો છે.

  👉 આગળ વાંચો...