• હૈ પુત્ર જે દિવસ તું મને વૃદ્ધ થતી જુએ...

  જો હું જમતાં કપડાં બગાડું કે આપમેળે તૈયાર ન થઈ શકું તો તું ધીરજ રાખજે… કારણ કે તું બાળક હતો ત્યારે મેં ધીરજ રાખેલી.

  👉 આગળ વાંચો...
 • નિલેશ મહેતા

  સાચી સાર્થકતા

  પંજાબમાં લાહોર ખાતે આવેલી ડી.એ.વી. કોલેજના સંસ્થાપક મહાત્મા હંસરાજે બાળપણથી જ મનમાં એક દૃઢ સંકલ્પ કરી રાખ્યો હતો કે ધનપ્રાપ્તિ કે કોઈ ઉચ્ય પદવી માટે નહિ, પણ પોતે શિક્ષણનું વિતરણ અશિક્ષિત લોકોમાં કરી શકે એ ધ્યેયથી જ પોતે શિક્ષણ લેશે.

  👉 આગળ વાંચો...
 • ઓશો

  નારી

  એ કેટલી દુઃખદ વાત છે કે પાછલા વીસ વર્ષના પ્રખ્યાત મનોવિજ્ઞાનીઓનું એ સૂચન છે કે જો મનુષ્ય જાતિને માનસિક રોગોથી મુક્ત કરવી હોય તો બાળકો નું મા-બાપથી અલગ પાલન કરવું પડશે. આ ખુબ નવાઈ ભરેલી વાત લાગે છે કે મનો વૈજ્ઞાનિકોનુ તારણ છે કે મનુષ્ય જાતિને માનસિક રોગોથી સ્વસ્થ કરવી હોય અને લોકોને પાગલ થતાં બચાવવા હોય તો બાળકોનો ઉછેર મા-બાપથી અલગ કરવો પડશે. કારણ કે મા-બાપ એટલા ઉપદ્રવમાં જીવે છે કે બાળકો જીવન જીવતાં પહેલા જ ઉપદ્રવથી ભરાઈ જાય છે. એનાં મનમાં મા-બાપનાં તમામ ઝઘડાઓ ઉતરી આવે છે.

  👉 આગળ વાંચો...
 • કાંતિ ભટ્ટ

  ઉપકાર લેવો ભૂંડો છે

  પરાન્ને પરવસ્ત્રં ચ પરશય્યા પરસ્ત્રીયઃ પરવેશ્મ નિવાસશ્ય શક્ર સ્યાપિ શ્રિયં હરેત્‌ — ચાણક્ય

  👉 આગળ વાંચો...
 • મચ્છર મારવાની અગરબત્તી માણસને પણ મારી શકે છે !

  મોસ્કિટોમેટના ધૂમાડાથી ૭૫ સીગારેટના ધૂમાડા જેટલું નુકસાન થાય છે.

  👉 આગળ વાંચો...
 • ભાણદેવ

  ક્રોધ અને દ્વેષ

  દરેક માનવમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની એક સહજ અને અતિ પ્રબળ પ્રેરણા હોય છે. પોતાની સલામતીની ખેવના સૌ માનવના ચિત્તમાં પડેલી હોય જ છે અને તેના વર્તનમાં પણ તે સતત વ્યક્ત થયા કરે છે. આ અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રેરણા સાથે જ તેની સાથે સંલગ્ન ભય પણ હોય જ છે. પોતાના અસ્તિત્વની સામે કોઈ જોખમ આવશે તો? - એવો ભય પણ તેની સાથે હોય જ છે. કારણ કે સલામતીની ઈચ્છા અને અસલામતીનો ભય બંને એક સિક્કાની બે બાજુ છે.

  👉 આગળ વાંચો...
 • જે. કૃષ્ણમૂર્તિ

  જીવન યાત્રા

  તમને તમારી જાત સિવાય કોઈ જ મદદ કરી શકે નહીં.

  👉 આગળ વાંચો...
 • રાજ ભાસ્કર

  દુ:ખ એ માણસના મનની ઊપજ છે

  એક ભાઈને મનમાં એવો વહેમ પેસી ગયેલો કે એ બિલાડી ગળી ગયા છે. પરિવારજનોએ એમને ખૂબ સમજાવ્યા કે, એ રીતે બિલાડી ગળાય જ નહીં. આ તમારો માનસિક રોગ છે. પણ ભાઈ કોઈ કાળે માનવા તૈયાર નહોતા. આખો દિવસ બૂમો પાડ્યા કરતાં કે હું બિલાડી ગળી ગયો છું. અને મને ખૂબ પેટમાં દુઃખે છે.

  👉 આગળ વાંચો...
 • ... એ તારી જનેતા હતી

  જયારે તું એક વર્ષનો હતો. એણે તને દુધ પીવરાવ્યું. તને નવરાવ્યો. તેં એનો આભાર માન્યો રડી રડીને.

  👉 આગળ વાંચો...
 • મૂલ્યાંકનકાર્યમાં નઘરોળ બેજવાબદારી સામે કશુંય થઈ શકે ખરું?

  થોડા અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર-પ ની અર્થશાસ્ત્ર વિષયની પરિક્ષાની ઉત્તરવહીઓમાં મધ્યવર્તી મૂલ્યાંકનમાં હેતુલક્ષી પ્રશ્નોને તપાસ્યા વગર જ ગાંધારી પદ્ધતિએ ઉત્તરવહીના બહારના પાના ઉપર માર્ક્સ મૂકી દેતાં જામનગરની એક કોમર્સ કોલેજના મહિલા અધ્યાપક રંગે હાથ પકડાયાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેર, આ કિસ્સામાં તો યુનિવર્સિટી યોગ્ય લાગશે તો અને તેવાં પગલાં લેશે પરંતુ આ કિસ્સાથી કોઈની પણ અધ્યાપકીય સંવેદના ઉપર સહેજ પણ થરકાટ થયો છે કે કેમ તે સંશોધનનો મુદ્દો છે.

  👉 આગળ વાંચો...