• ડૉ. મહેન્દ્ર ચોટલિયા

  બાળકનું ઓળખપત્ર : દોડમદોડ ને બકબક!

  “અદબ, પલાંઠી ને મોઢે આંગળી” - આવું શિક્ષક બોલે ને આખા વર્ગમાં કરફ્યુ લાગી જાય. ડિસ્પ્લે બાર્ડ પર પતંગિયાંને ટાંકણીથી ચોંટાડી દીધાં હોય એમ સન્નાટો વ્યાપી જાય. પછી તો શિક્ષક ધારે તે જુલમ કરી શકે. હાથપગ બંધાયેલા છે ને મોઢે ડુચો છે એવાં બાળકો કરે પણ શું ? જેમ દર્દીને એનેસ્થેશિયા આપ્યા પછી એના પર ગમે તેમ વાઢકાપ કરી શકાય - એને છરી - કરવતથી કાપી શકાય ને છીણીથી તોડી શકાયને સોયથી સીવી પણ લેવાય, એમ શિક્ષક આ જીવ પર યથેચ્છ આક્રમણ કરે છે.

  👉 આગળ વાંચો...
 • નાથાલાલ જોશી

  નવા વરસ ની પ્રાર્થના

  દીપોત્સવીનો ચોતરફ ઉલ્લાસ અને ઉજાસ પથરાઈ રહ્યો છે. દીપમાળાઓ ઠેકઠેકાણે પ્રગટી છે. એના પ્રકાશથી સૌંદર્યવૃદ્ધિ થાય છે.

  👉 આગળ વાંચો...
 • નિલેષ મહેતા

  સંપ ત્યાં જંપ

  બે ભાઈઓ પોતાના ખેતરમાં સાથે કામ કરતા હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો હતો અને તેમને બે બાળકો પણ હતાં. બીજો ભાઈ કુંવારો હતો. દર વખતે બંને ભાઈ ખેતરમાં જે પાક અને તેના વેચાણથી જે આવક થતી તે બરાબર સરખે હિસ્સે વહેંચી લેતા હતા.

  👉 આગળ વાંચો...
 • મા પોતાના બાળક માટે જીવ પણ આપી દે છે

  જન્મ આપ્યા બાદ પણ મા એટલી જ તકલીફો હસતે મોઢે સહન કરી આપણા પર અસંખ્ય ઉપકાર કરે છે. પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવરાવે છે. બાળકને સ્તનપાન કરાવી પોષણ કરે છે. એણે બાળકને ખાલી દેહ જ નથી આપ્યો. ચિક્કાર સ્નેહ પણ આપ્યો છે.

  👉 આગળ વાંચો...
 • ભાણદેવ

  વર્ગ બને સ્વર્ગ !

  વર્ગ સ્વર્ગ બની શકે ?

  👉 આગળ વાંચો...
 • મા તે મા બીજા બધા વગડાના વા

  બોલતા શીખ્યો તો મારો પહેલો શબ્દ હતો “મા” સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો “ઓયમા”

  👉 આગળ વાંચો...
 • નિલેષ મહેતા

  તકનો ઉપયોગ

  ગામની એક ઊંચી જગ્યા ઉપર શિવજીનું મંદિર હતું. ઘણું પૌરાણિક હતું અને સુપ્રસિદ્ધ હતું. તેના પૂજારીની શિવજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી. પૂરી શ્રદ્ધાથી મંદિરનું સંચાલન કરતા હતા અને શિવજીની પૂજા કરતા.

  👉 આગળ વાંચો...
 • નીપા ઠક્કર

  પ્રાચીન તીર્થ — ધ્રબુડી

  કચ્છને ભલે અનેક દુર્ભાંગ્યનો ભેટો થયો હોય પણ ત્યાંની જનતાનું અહોભાગ્ય ગણી શકાય તેવો દરિયાકિનારો કચ્છને સાંપડ્યો છે. એમાંય માંડવીનું સદ્ભાગ્ય છે કે એની તો ત્રણે દિશાએ દરિયાલાલ હિલ્લોળે છે.

  👉 આગળ વાંચો...
 • સંત પુનિત

  પ્રાર્થનામાં ક્રોધ ન કરાય !

  અમેરિકાના પ્રમુખ ગ્રાન્ટ એક ધર્મપરાયણ વ્યક્તિ પણ હતા. પ્રાર્થનામાં તેમને અખુટ આસ્થા હતી.

  👉 આગળ વાંચો...
 • એમ. બી. ડરફી

  એક માતા-પિતાની પ્રભુને પ્રાર્થના

  હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને એટલે જે કરવામાં મને નિષ્ફળતા મળી હતી તે કરવાનો બોજ તેના પર લાદવા સામે હે પ્રભુ, મને સાવધ રાખજે.

  👉 આગળ વાંચો...