• રશ્મિ બંસલ

  પરાક્રમી પરાક્રમ

  ભારતના પ્રથમ વેન્ટિલેટરના ઉત્પાદક પરાક્રમસિંહ

  👉 આગળ વાંચો...
 • મહેશ દવે

  અભાગી લક્ષ્મી

  લક્ષ્મી એટલે સદ્ભાગ્યનું પ્રતીક. પણ લક્ષ્મી નામ ધરાવતી બધી સ્ત્રીઓ સદ્ભાગી હોતી નથી. કમભાગ્ય જેની પાછળ ને પાછળ લાગેલું રહ્યું એવા લક્ષ્મી નામવાળા બહેનની આ વાત છે.

  👉 આગળ વાંચો...
 • જ્યોતિ દૈયા

  વિધવાની ઈચ્છા

  મન્નારકાડ નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ સમાચાર આવ્યા કરે છે, એમ કરીને છાપાંનાં પાનાંને ઊથલાવી દીધાં. પણ પાછળથી મળેલી તેની નીચે મુજબની વિગતે હદયનાં પાનાંને ઉથલવા ન દીધાં:

  👉 આગળ વાંચો...
 • ભીખુદાન ગઢવી

  દીકરી વિદાય એ કરુણમંગલ ઘટના છે

  એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘુર વડલાની વડવાઈઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે… હવે મારો વારો… હવે મારો વારો… એમ વઢવેડ કરે છે. તે ચિત્ર જોઈને કવિને આનંદ આવે છે. વાહ ! કેવી નિર્દોષ દીકરીયું રમે છે.

  👉 આગળ વાંચો...
 • એઇલીન કેડી

  ઉઘડયાં દ્વાર અંતરનાં

  પ્રાર્થના વિનાનું જીવન શૂન્ય અને અર્થહીન છે. કારણ પ્રાર્થના, એ તમારું પોતાના જ કોઈ ઉચ્ચ તત્ત્વ સાથેનું અનુસંધાન છે, જે તમને એક સભર, તેજસ્વી જીવન તરફ, તમને પ્રાપ્ત થયેલા સાચા વારસા તરફ અભિમુખ કરે છે. તમારી પ્રાર્થનાઓ હકારાત્મક અને રચનાત્મક બનવા દો. તમે પ્રાર્થના દ્વારા જે પ્રાસ કરવા ઝંખતા હો, તેની પ્રામિ બદલ પહેલાં તો આભારી બનો, પછી તેને માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો ત્યારે સર્વ જીવો સાથે એકાત્મતા અનુભવો. જ્યાં કોઈ વિચ્છેદ ન હોય, કારણ કે બધા જીવો અંતે એક જ છે.

  👉 આગળ વાંચો...
 • નિલેષ મહેતા

  હેત અને પ્રેમ

  એક્વાર સ્વામી સહજાનંદ એક નાનકડા ગામમાં પધાર્યા. ગામલોકો તો સ્વામીજીના આગમનથી આનંદે નાચી ઉઠ્યાં. તેમના હૃદયનાં આનંદનો સાગર જાણે ભરતીએ ચઢયો !

  👉 આગળ વાંચો...
 • ઊમાશંકર જોશી

  આટલું જરી ભૂલશો નહિં

  તમે આગળ ઊપર હાઈકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો, ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરૂષ બની જાઓ, પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે - તમે અહીં અત્યારે ભણો છો, એ એક અક્સ્માત જ છે.

  👉 આગળ વાંચો...
 • આઈ. કે. વીજળીવાળા

  એક સાદી કસોટી

  તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.

  👉 આગળ વાંચો...
 • ડૉ. સી. કે. સિનોજીયા

  દવાઓ લેવાથી બુદ્ધિમાં વધારો થાય?

  માનવની ઉત્પત્તિ વાનરમાંથી થઈ. વાનરમાં બુદ્ધિ આવી એટલે તે માનવ થયો. આ બંને તારણોનો સરવાળો એવો થાય કે બુદ્ધિ પશુને માનવમાં રૂપાંતરિત કરે છે. પરંતુ વત્તે-ઓછે અંશે જેનામાં બુદ્ધિ છે એવા માનવની બુદ્ધિમાં ઈજાફો થાય તો તે શું બને ? મહામાનવ બને ? આઈન્સ્ટાઈન બને ? “આઈન્ટસ્ટાઈન બનવું છે ?” એવો સવાલ અમદાવાદના ઓછવલાલને પૂછવામાં આવે કે રાજકોટના રમણિકભાઈને પૂછવામાં આવે તો તે હકારમાં માથું હલાવે. પરંતુ સવાલ સવા લાખનો એ આવે કે બુદ્ધિ આવે ક્યાંથી ? દવાઓ લેવાથી બુદ્ધિમાં વધારો થઈ શકે ?

  👉 આગળ વાંચો...
 • વેમૂરિ બલરામ

  ગેરસમજને લીધે થાય ગોટાળા

  આપણે આપણા અંગેની ઘણી બાબતોથી વાકેફ નથી હોતા, તો પછી બીજા વિશે તો શું જાણતા હોઈએ? આપણા વિચારો જ સ્પષ્ટ નથી હોતા. આપણી મૂળભૂત જરૂરિયાત જો સમજી લઈએ તો ઘણી મુશ્કેલીઓ દુર થઈ જાય છે અને જો એમ ન કરીએ તો ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

  👉 આગળ વાંચો...