• ગુણવંત શાહ

  ગુજરાતી બાળકો અંગ્રેજીમાં રડશે?

  પોતાની માતૃભાષામાં રડી ન શકે તેના જેવો કમનસીબ માણસ બીજો ન હોઈ શકે. તમે કોઈ અંગ્રેજને ફ્રેન્ચ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ ફ્રેન્ચમેનને સ્વીડિશ ભાષામાં રડતો જોયો છે? તમે કોઈ બંગાળીને હિન્દીમાં રડતો જોયો છે?

  👉 આગળ વાંચો...
 • ડૉ. જગદીશ ત્રિવેદી

  મામૂલી છીપલાંનું મહામૂલ્ય

  બે બાળકો - એક નાનો ભાઈ અને એક નાની બહેન. બંને બાળકો રૂપકડાં, મઝાનાં, તંદુરસ્ત. નાનકડા ભાઈએ જાણે પોતે મોટો હોય તેમ એક વાર બહેનને કહયું, “ચાલો આપણે ફરવા જઈએ.”

  👉 આગળ વાંચો...
 • ડૉ. આઈ. કે. વીજળીવાળા

  ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?

  એક ડૉકટર એક વખત એમના ઘરથી ખુબ દુર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉ. એહમદ.

  👉 આગળ વાંચો...
 • વિશ્વનીડમ્‌

  એક સમર્પિત દંપતીની તપસ્યા

  જ્યાં પ્રકાશનું કિરણ પહોંચવાની સંભાવના ન દેખાતી હોય ત્યાં તન, મન, ધનથી ધૂણી ધખાવી, જ્ઞાનનો દીપક પ્રગટાવી, સમાજને પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહેલ દંપતી એટલે “રેહાના-જીતુ” ની જોડી. પૃથ્વી છે તેના કરતાં વધારે સુંદર બનાવવા માટે પ્રભુ પસંદ કરેલા ફરિસ્તાઓ મારફત આ કાર્ય કરે છે.

  👉 આગળ વાંચો...
 • અભિયાન

  નવી પેઢી ગાંધીજીને જરૂર સમજશે

  ઘણા વડીલો અમથા દુઃખી થઈને કહે છે કે નવી પેઢી ગાંધીજીને ભૂલી જવા બેઠી છે. આ રીતે નવી પેઢીને થોડીક ઉતરતી કક્ષાની ગણવાની કુટેવ હજારો વર્ષ જુની છે.

  👉 આગળ વાંચો...
 • મહેશ દવે

  “ફૂડ” જે ખોરાક નથી

  ઇન્દિરા ગાંધી કુટુંબનાં પુત્રવધૂ મેનકા ગાંધી જાણીતાં રાજકારણી અને ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે. બધાં કરતાં જુદી એક વિશિષ્ટ ઓળખ પણ એમણે ઊભી કરી છે. એ ઓળખ છે પ્રકૃતિ અને પશુ-પંખીના પ્રેમી અને રક્ષણહાર તરીકેની, શુદ્ધ, સાત્વિક શાકાહારનાં ચાહક તરીકેની.

  👉 આગળ વાંચો...
 • દક્ષા વ્યાસ

  માબાપ બનવું એટલે...

  ભારતીય સંસ્કૃતિ માતાપિતાને દેવસ્થાને મુકે છે, “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” માતાપિતાને આપણે પરમાત્માની જેમ પૂજનીય ગણીએ છીએ. દરેક શુભ કાર્ય વેળા વડીલોની ચરણરજ લઈ એમના આશીર્વાદ લેવાની પરંપરા છે. આજકાલ માબાપને સતત એવી લાગણી રહ્યા કરે છે કે પોતાનાં બાળકો પોતાના વશમાં નથી, કહ્યું કરતાં નથી અને આડે રસ્તે જઈ રહ્યાં છે. આવું કેમ છે?

  👉 આગળ વાંચો...
 • ધીરૂભાઈ ઠાકર

  પણ ભાગ્ય પટણીનાં ક્યાંથી કાઢવા?

  “ભલા માણસ, તારા જેવા ભડ માણસના મોઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દો નીકળે છે? સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા રસ્તે લઈ જાય. વળી તું આહીરનો દીકરો મને ચારણને દારૂ પાવા ઊભો થયો તે તને શોભતું નથી.” કવિ દૂલા ભાયા કાગ મિત્ર હીપો આયર તેમને દારૂ પીવાનો આગ્રહ કરે છે ત્યારે ઉપર પ્રમાણે ઊદ્ગાર કાઢે છે.

  👉 આગળ વાંચો...
 • ભુપત વડોદરિયા

  નિષ્ફળતા વધુ મોટી સફળતાનું આહવાન છે!

  અમેરિકાના મહાન પ્રમુખ અને ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન બાવન વર્ષની ઊંમરના થયા ત્યાં સુધીનું તેમનું જીવન એક પછી એક નિષ્ફળતાઓ ભરેલું હતું.

  👉 આગળ વાંચો...
 • વિકાસ નાયક

  એક સામાન્ય મિત્ર અને એક સાચો મિત્ર

  એક સામાન્ય મિત્રે કદી તમને રડતા જોયા નથી હોતા. એક સાચા મિત્રનો ખભો તમારાં આસુંઓથી ભીનો થયેલો હોય છે.

  👉 આગળ વાંચો...