• સુધા મૂર્તિ

  તું જ કાશી, તું જ કાબા...

  રહેમાન બી.પી.ઓ.માં કામ કરતો એક મૃદુભાષી યુવાન હતો. શનિ-રવિની રજાના દિવસોમાં એ અમારા ફાઉન્ડેશનના કામમાં મદદ કરતો. અકારણ એ કાંઈ બોલતો નહીં અને પોતાની સિદ્ધિઓ વિશે તો ક્યારેય નહિં. અનાથાશ્રમનાં બાળકો માટે હંમેશાં પોતાના ખિસ્સાના ખર્ચીને ચોક્લેટ લાવતો. મને એ ઘણો ગમતો.

  👉 આગળ વાંચો...
 • શ્રી માતાજી

  મા-બાપની કેળવણી

  માબાપોને એ વાતની ખબર નથી હોતી કે પોતે પોતાના બાળકને કેળવણી આપી શકે તે માટે પ્રથમ તો તેમણે પોતાની જાતને જ કેળવવાની રહે છે. પોતાને વિશે સભાન બનાવાનું રહે છે. પોતાના ઉપર પ્રભુત્વ મેળવવાનું રહે છે કે જેથી પોતે બાળક આગળ એક ખરાબ દ્રષ્ટાંતરૂપ ન બની રહે. ખરી અસરકારક કેળવણી તો દ્રષ્ટાંત મારફતે જ અપાય છે. બાળકને માત્ર સારા સારા શબ્દો કહેવા, ડાહી ડાહી શિખામણ આપવી એનો કશો જ અર્થ નથી.

  👉 આગળ વાંચો...
 • પતિતપાવની શ્રીમા શારદાદેવી

  માતાજી વિશે જેમ જેમ લોકો જાણતા ગયા તેમ તેમ તેમનાં દર્શને લોકો દુર દુરથી આવવા લાગ્યા. શ્રીમા પાસે ભલાં અને બૂરા સંતાનો પણ આવતાં. શિષ્યોનાં પાપ માથે લઈ શ્રીમા પીડા સહન કરતાં. પાપીઓ તરફ તેમની અપૂર્વ કૃપાદ્રષ્ટિ રહેતી. શ્રીમાએ પોતાના માતૃત્વના આંચલમાં સમગ્ર વિશ્વને સમાવી લીધું હતું !

  👉 આગળ વાંચો...
 • અંગ્રજી માધ્યમ એટલે આંબો ઇંગ્લેન્ડમાં રોપાવો

  અંગ્રેજી માધ્યમમાં ભણવાથી અંગ્રેજી ભાષા પર પૂરો કાબુ આવી જાય છે તેવી માન્યતા ભૂલભરેલી છે. કોઈ પણ ભાષા તેની ભૂમિમાંથી ઉત્પન્ન થાય છે અને ભૂમિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. ભૂમિના ઈતિહાસ, ધર્મ, સંસ્કારો, રીતરિવાજો વગેરેની ઊંડી અસર ભાષા પર પડે છે. તેથી જ વિદેશી ભાષા શીખતી વખતે ત્યાંના ભૂગોળ, ઈતિહાસ, ધર્મ, સંસ્કારો, રહેણીકરણી વગેરેનું જ્ઞાન ન હોય તો ભાષા શીખવી સમજવી અને પચાવવી અઘરી પડે છે. આ સમજવા થોડાં નક્કર દંષ્ટાંતો જોઈએ.

  👉 આગળ વાંચો...
 • ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા

  કલા વાડાબંધીની બહાર

  નવાબ વાજિદ અલી શાહના શાહી દરબારમાં તબલાવાદક ઉસ્તાદ મોટુખાંનું ખૂબ મોટું નામ હતું. તેમના તબલાની થાપ પર કલા પારખુઓ ડોલી ઊઠતા હતા. ચારે દિશામાં તેમની ખ્યાતિ ફેલાયેલી હતી, પરંતુ મનને શાંતિ નહોતી.

  👉 આગળ વાંચો...
 • ડૉ. આઈ. કે. વીજળીવાળા

  ગરીબ ખેડુત અને પૈસાદાર સદ્ગૃહસ્થ

  એક ખેડુત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બુમો સંભળાઈ. ખેડુત પોતાના ઓજાર ફેંકીને દોડ્યો. ખાડા પાસે જઈને જોયું તો એક છોકરો કમર સુધી દળદળમાં ઊતરી ગયો હતો. ચીકણા ગારામાંથી પોતાની જાતને બહાર કાઢવા મથી રહેલા એ બાળકના ચહેરા પર દહેશત છવાઈ ગઈ હતી. સાઈક્લ લઈને ખેતરો તરફ ફરવા નીકળેલો એ છોકરો ખાડામાં પડવાને કારણે બરાબરનો હેબતાઈ ગયો હતો.

  👉 આગળ વાંચો...
 • ઉમા દીપક તેરૈયા

  બાળકનો ગુસ્સો

  આઠ-દસ વર્ષનું બાળક ટી.વી જોતું હતું. તેની મમ્મીએ ત્યાં આવી દુધનો ગ્લાસ આપ્યો. બાળકનું ધ્યાન ટી.વી.માં હતું. થોડું દુધ ચાખીને બાળકે ગુસ્સા સાથે દૂધના ગ્લાસનો ઘા કર્યો અને રાડ પાડીને કહયું, “મમ્મી, આજે દુધ કેમ મોળું બનાવ્યું?”

  👉 આગળ વાંચો...
 • એઇલીન કેડી

  શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો

  શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો? તમારી સલામતી શામાં છે? - લોકોમાં? બેંકના ખાતામાં? કે પછી તમારી સલામતીનાં મૂળ મારામાં રોપાયેલાં છે - તમારી અંદરના ઈશ્વરમાં, તમારી અંદરની દૈવી ચેતનામાં?

  👉 આગળ વાંચો...
 • ડૉ. હરીશ પારેખ

  ઉચ્ચતમ ધ્યેય કોને કહેવાય?

  આ પ્રકારના ધ્યેયમાં માનસિક સજ્જતાની સાથે-સાથે હાર્દિક શુભકામનાઓનો સમન્વય થાય છે. તેથી આવાં ધ્યેયો મહાન કાર્યો કરી શકે છે. ઉચ્ચત્તર ધ્યેય હદયમાંથી જન્મે છે અને પોતાની સાથેસાથે બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. ઉચ્ચત્તર ધ્યેય માનવીને ઉચ્ચજીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

  👉 આગળ વાંચો...
 • મહેશ દવે

  યોગ, ભોગ, સંયોગ

  ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનનાં છ દર્શનો ગણાવાયાં છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંતનો સમાવેશ થાય છે. તેમાં આજકાલ યોગની વધુ બોલબાલા છે.

  👉 આગળ વાંચો...