પથ્ય

ડૉ. ભમગરા

| 1 Minute Read

અતિ આહાર ન કરો.

દુનિયાભરમાં સમૃધ્ધ સમાજનાં ભૂખમરાની સ્થિતિને લીધે ઓછા પરંતુ અતિશય આહારને કારણેજ વધુ માણસો મરે છે. ઘણાખરા ખાઉધરાઓના ખોરાકનું ૧/૩ એમને પોષે છે જયારે ૨/૩ જેટલું પ્રમાણ એમના ડોકટરને પોષે છે, એમ નોંધાયું છે.

ફ્રેન્ચમાં એ સાચી કહેવત છે કે “આપણી ક્બર જમવાના છરી-કાંટા તથા ચમચીથી આપણેજ ખોદીએ છીએ.”

🌿🌿🌿🌿🌿🌿🌿

શાકાહારી ખોરાકના અનેક ગુણો વર્ણાવા અહીં જગ્યા ઓછી પડે.

ફક્ત ધાર્મિક કે માનવતાના ઘોરણેજ શાકાહારી ખોરાક માંસાહારી ખોરાક કરતાં ચડિયાતો છે એવું નથી. પણ પોષણની અને માનવીના શરીરને રચનાની દ્રષ્ટીએ પણ તે વૈજ્ઞાનિક છે માંસાહાર જ ઉત્તમ પ્રોટીન પુરૂં પાડી શકે એ માન્યતા જ ખોટી છે.

પુરવાર થયેલ વૈજ્ઞાનિક તથ્ય છે કે સંતુલિત આહાર જેમાંફળ, અંકુરિત કઠોળ તથા યોગ્યરીતે રાંધેલા ખોરાકનો સમાવેશ કરી શકાય તે ઉત્તમ મુળભૂત એમીનોએસિડ પુરાં પાડી શકે છે ઉપરાંત વિટામીન્સ તથા પોષક તત્વો તો બધાં જ મળે. ડૉ.ભમગરા

🌿🌿🌿🌿🌿🌿🌿

એક સમોસું ખાવ તે દિવસે એક કિલોટર વધારે ચાલવું રહ્યું.

[રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર સંપાદિત “શાંત તોમાર છંદ” માંથી સાભાર]

ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો મુલ્યવાન સંગ્રહ. આ પુસ્તકની આવકમાંથી બયતી રકમ માનવ સેવાના ઉમદા હેતુ માટે વાપરવામાં આવે છે.

[પ્રકાશક : વનરાજ પટેલ, મિડિયા પબ્લીકેશન, ૧૦૩-૦૪ મંગલમૂર્તિ, કાળવા ચોક, જુનાગઢ]