પિતાનો હાથ

| 1 Minute Read

એક નાની દીકરી અને તેના પિતા પુલ પરથી પસાર થઈ રહ્યાં હતાં. નીચે નદીમાં પૂરનાં પાણી ઘુઘવાટ સાથે વહી રહ્યાં હતાં. પિતાના મનમાં થોડો ગભરાટ હતો.

“બેટા, તું મારો હાથ પકડી લે, જેથી તું નદીમાં પડી ન જાય.”

“ના, પાપા તમે મારો હાથ પકડી રાખો”, નાની બાળાએ કહું.

“શું ફેર પડે?”, ગૂંચવાઈને પિતાએ પૂછ્યું.

“ઘણો ફેર પડે છે. કંઈક બને તો હું ગભરાઈને કદાચ તમારો હાથ છોડી દઉં, પરંતુ ગમે તે થાય તો પણ તમે તો મારો હાથ છોડો જ નહીં. તેથી તમે મારો હાથ પકડી રાખો.”

દીકરીના પિતા દીકરીના વિશ્વાસ અને પ્રેમથી આનંદવિભોર બની ગયા. તેમની આંખો આનંદનાં આંસુથી ભરાઈ આવી. તેમણે પ્રેમથી દીકરીના માથે હાથ ફેરવ્યો, તેના હાથને પંપાળ્યો અને પ્રેમ પૂર્વક દીકરીના હાથને પોતાના મજબૂત પંજામાં પકડી લીધો.

તમે જેને ચાહતા હોવ તેઓ તમારો હાથ પકડે એવી અપેક્ષા રાખવાને બદલે તમે તેમના હાથ પકડી લો.