પુરુષાર્થ અને અધીરાઈ

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

મગજ ગુમાવશો તો કાર્ય ગુમાવશો.

માઈક્લ એન્જેલો એક મહાન મુર્તિકાર થઈ ગયા. એનાં શિલ્પો આજે તો કરોડો રૂપિયાની કિંમત ધરાવે છે.

એક્વાર આ શિલ્પકારને ફલોરેન્સ નગરના ધનવાન એવા સોડેરીનીએ ડેવીડની મૂર્તિ બનાવવું કામ સોપ્યું. માઈકલ એન્જેલોએ મુર્તિ બનાવી ધનવાનને જોવા માટે આમંત્રણ આપ્યું. ધનવાન સોડેરીની જરા વાંકદેખો હતો. એણે તો ખામીઓ કાઢવા માંડી. જેમ ખામીઓ કાઢે તેમ માઈકલ સુધારતા ગયા. જરાપણ રોષ વગર કે ધીરજ ગુમાવ્યા વગર આ કામ કર્યું. વારંવાર આવું થયું છતાં માઈકલે એક ક્લાકારને છાજે એવી રીતે ભુલો સુધારી.

છેલ્લે ધનવાને કહ્યું, “વાહ કેવી સુંદર મૂર્તિ…”

આપણે થાક અનુભવીએ છીએ તે કામ કરવાથી નથી લાગતો પરંતું કામ કરવાની ચિંતા અને નિરાશને લીધે લાગે છે. – ડેલ કાર્નેગી

પુરુષાર્થ વિષે અન્ય મહત્વની બાબતો:
👉 પુરુષાર્થ અને કામનું પરિમાણ
👉 પુરુષાર્થ અને મૌન
👉 પુરુષાર્થ અને ધીરજ

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “પુરુષાર્થ” માંથી સાભાર]