પુરુષાર્થ અને ધીરજ

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

પુરુષાર્થીઓમાં ધીરજ અત્યંત આવશ્યક છે.

કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે અને એના ફળ માટે રાહ જોવી જરૂરી છે. આથી ધીરજનો ગુણ મહત્ત્વના છે.

કોઈ પણ ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે સંબંધને બંધાતા વાર લાગે છે. જેમ કે કોકાકોલા કંપનીએ જ્યારે પહેલાં ધંધો શરૂ કર્યો ત્યારે વર્ષમાં માત્ર ચારસો બોટલ જ વેચી શકી હતી.

ટૉમ મરફીને બીજી નોકરી મળી શકતી હતી. તો પણ તેણે કંગાલ પગારે જનરલ મોટર્સમાં મળતું કામ સ્વીકારી લીધું. તેને એટલો ઓછો પગાર મળતો કે તેમાંથી તેની ખાધાખોરાકી, કપડાં અને રહેઠાણનું ભાડું માંડ-માંડ નીકળતું હતું. કશી જ બચત થતી નહોતી છતાં એ નોકરીને ચીટકી રહ્યો. કારણ કે એને ત્યાં શક્યતા દેખાતી હતી અને એક દિવસ તે જનરલ મોટર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ચેરમેન થયો.

જેણે વધારે પરસેવા પાડ્યો છે એને ઓછું લોહી બાળવું પડે છે.

પુરુષાર્થ વિષે અન્ય મહત્વની બાબતો:
👉 પુરુષાર્થ અને કામનું પરિમાણ
👉 પુરુષાર્થ અને મૌન

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “પુરુષાર્થ” માંથી સાભાર]