પુરુષાર્થ અને કામનું પરિમાણ

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

પુરુષાર્થી માટે કાર્ય મહત્વનુ હોય છે. એ નાનું છે કે માટું એ મહત્વનું નથી.

એક્વાર એક માણસ ગાંધીજીને મળવા આવ્યો. ત્યાં એક માણસ બાગકામ કરી રહ્યો હતો. મળવા આવનાર માણસે બાગકામ કરનાર વ્યક્તિને કહ્યું કે “મારે મિ. ગાંધીને મળવું છે.”

બાગકામ કરનારે કહ્યુ, “બેસો, થોડીવાર પછી તમને ગાંધી મળશે.”

થોડીવાર પછી બાગકામ કરી પેલો માણસ અંદર ગયો અને હાથ-મોં સાફ કરી બેઠક લેતાં કહ્યું : “બોલો શું કામ છે ?”

પેલા માણસે કહ્યું, “મારે તો મિ. ગાંધીને મળવું છે.”

બાગકામ કરનારે કહ્યું, “હું જ મિ ગાંધી છું બોલો શું કામ છે ?”

શ્રમ વગર જીવન નથી. જો તમે શ્રમમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે જીવનમાંથી પણ મુક્તિ મળી જશે. — શ્રી માતાજી

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “પુરુષાર્થ” માંથી સાભાર]