પુરુષાર્થ અને મૌન

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

પુરુષાર્થ એટલે મૌન રહી મહેનત કરવી.

જગતમાં માણસો ત્રણ પ્રકારના વૃક્ષો જેવા હોય છે. એક બાવળ, બીજુ આંબો અને ત્રીજું ફણસ.

બાવળનું વૃક્ષ એવું છે કે એમાં માત્ર ફૂલ જ આવે છે, પણ ખરી પડે છે. એમ કેટલાક લોકો બણગાં ફૂંકે પણ કામ કરે નહીં.

બીજા પ્રકારનું વૃક્ષ આંબો છે. જેમાં મ્હોર આવે પછી કેરી આવે. એટલે કે પ્રચાર અને પ્રસાર સાથે કામ પણ કરી બતાવે.

ત્રીજા પ્રકારનું વૃક્ષ ફણસનું છે. એમાં સીધું જ ફળ આવે છે. આવા પ્રકારના માણસો ઢોલ વગાડયા વગર મૌન રહી સીધું કામ કરી બતાવે છે.

જેઓ દિવસ-રાત કામ કરે છે તે સદા સ્થિર છે. અસ્થિર તો આળસુઓ જ હોય. — ગિજુભાઈ બધેકા

પુરુષાર્થ વિષે અન્ય મહત્વની બાબતો:
👉 પુરુષાર્થ અને કામનું પરિમાણ
👉 પુરુષાર્થ અને ધીરજ

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “પુરુષાર્થ” માંથી સાભાર]