પુરુષાર્થ એટલે કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

પુરુષાર્થ, કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો છે.

જયોર્જ બર્ડનાડ શો વિશ્વના ટોચના નાટકકારોમાંના એક. એમની જીવનગાથા વાંચીએ તો આંખમાં આસું આવી જાય. પચ્ચીસ વર્ષના યુવકને શરીર ટકાવવા માટે કેવો ભીષણ જંગ ખેલવો પડ્યો. છ વર્ષ સુધી જ્યોર્જ બર્નાર્ડ લખતા ગયેલા. બદલામાં એમને ફુટી કોડીય મળી નહી. છતાં એ થોડા જ સમયમાં વિશ્વના મહાન નાટ્યકાર બની ગયા. કેવી રીતે ?

એક જિજ્ઞાસુએ તેમને પ્રશ્ન પૂછ્યો ત્યાર એમણે જવાબ આપ્યો હતો, એમાંથી એની માહિતી મળે છે. પ્રશ્ન હતો કે “તમે કેવી રીતે સફળ થયા?”

જ્યોર્જ બર્નાર્ડ કહે છે, “મેં જોયું કે હું દસ કામો કરતો એમાંથી એકમાં જ સફળતા મળે છે પણ મારે સો ટકા સફળતા જોઈતી હતી. એટલે મેં મારા કામોમાં દસગણો વધારો કરી મૂક્યો. મહેનત દસગણી વધતાં મને સફળતા વરમાળા ના પહેરાવે તો જાય ક્યા?”

પરિસ્થિતિને અનુકુળ થવાના પ્રયત્નો બહુ કર્યા હવે પરિસ્થિતિને અનુકુળ બનાવવા પ્રયત્ન કરો. — રત્નસુંદરવિજયજી

પુરુષાર્થ વિષે અન્ય મહત્વની બાબતો:
👉 પુરુષાર્થ અને ધીરજ
👉 પુરુષાર્થ અને મૌન
👉 પુરુષાર્થ અને કામનું પરિમાણ
👉 પુરુષાર્થ અને અધીરાઈ