પુસ્તકના પાનાં ફાડવાથી પુસ્તકોનો જીવ દુભાય છે

ચંન્દ્રમૌલી વિધાલંકાર

| 1 Minute Read

રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની બુકના પાનાં ફાટેલા હતા. એ જાણી ગયા કે આ કામ બાળકોનું છે. એ બાળકો પાસેથી જ વાત કઢાવવા માગતા હતા, પણ એમને લાગ્યું કે આમ કરવાથી સ્વયં બાળકો પર જ આરોપ આવશે, જે એમના બાળમાનસને હાનિકર્તા નીવડશે.

એમને એક ઉપાય સ્ફૂરી આવ્યો. બાળકોને બોલાવી એમણે કહ્યું : “જેણે જેણે જેટલા જેટલા પાનાં ફાડ્યાં છે એમને એટલા રૂપિયા ઈનામમાં હું આપીશ.”

બધાંયે ખુશી ખુશીથી પાનાં ફાડવાની વાત કહી દીધી. રાજેન્દ્રબાબુએ ઈનામ પણ આપ્યું, પરંતુ શિખામણ પણ આપી : “પુસ્તકના પાનાં ફાડવા એ સારી વાત નથી. આમ, કરવાથી પુસ્તકોનો જીવ દુભાય છે, અને એમની શોભા નામ પામે છે.”

બાળકો સહજતાથી સમજી ગયા અને પોતાની ભૂલ કબૂલ કરી લીધી, તથા ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વયન આપ્યું.

[“૧૦૧ પ્રેરણાદાયી પ્રસંગો” માંથી સાભાર, લેખક : ચંન્દ્રમૌલી વિધાલંકાર]

જીવન ઉપયોગી પ્રેરણાદાયી પ્રસંગોનું દષ્ટાંત સાથે વિગત…

[પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]