સાચો ધર્મ - સ્વામી વિવેકાનંદ

નિલેશ મહેતા

| 1 Minute Read

એક દિવસ ત્રણ મિત્રો સ્વામિ વિવેકાનંદ પાસે એમનો ઉપદેશ સાંભળવા આવ્યા. આ ત્રણ મિત્રોમાંનો એક મિત્ર પંજાબનો હતો.

સ્વામી વિવેકાનંદને ખબર હતી કે પંજાબમાં ભયંકર દુષ્કાળ વર્ષ ચાલુ રહયું છે. અને પંજાબ રાજ્યમાં લોકો અનાજની સખત અછત અનુભવી રહ્યા છે.

આથી સ્વામી વિવેકાનંદે પંજાબના પેલા માણસને પૂછ્યું, “પંજાબના દુષ્કાળ અંગે મને થોડી માહિતી આપો.”

પેલા મિત્રએ દુષ્કાળ અંગે સ્વામી વિવેકાનંદને કેટલીક વિશેષ માહિતી આપી.

એણે પોતાનું બોલવું પૂરું કર્યું એટલે સ્વામી વિવેકાનંદે ખૂબ લંબાણથી દુષ્કાળગ્રસ્ત લોકોને કેવી રાહતો મળવી જોઈએ અને એ રાહત કાર્યોમાં સમાજસેવકો કઈરીતે ફાળો આપે એ સમજાવવા માંડ્યું.

આમ સ્વામી વિવેકાનંદે એક કલાક આપ્યો.

ધર્મોપદેશ તો કશો જ કર્યો નહિ.

જ્યારે ત્રણ મિત્રોને જવાનો સમય થયો ત્યારે ઊભા થયા ત્યારે એક મિત્રએ સ્વામી વિવેકાનંદને કહ્યું, “સ્વામી વિવેકાનંદજી અમે તો આપની પાસે ધર્મ વિશેનો ઉપદેશ સાંભળવા આવ્યા હતા. પણ આપે તો ધર્મને બદલે સાધારણ બાબતો વિશે જ વિશેષ વાતો કરી!”

સ્વામી વિવેકાનંદે કહ્યું, “મારો અથવા આપણા બધાનો ધર્મ તો એ છે કે જ્યાં સુધી આપણા દેશનું એક કુતરું પણ ભૂખ્યું રહે ત્યાં સુધી ચિંતા કરવી અને એની સંભાળ લેવી એ જ એક સાચો ધર્મ છે. આ સિવાય બધું જ કાંતો અધર્મ છે અથવા તો જુઠો ધર્મ છે. દેશના ભુખે મરતા લોકો ની સેવા કરવી એના જેવો અન્ય કોઈ મોટો ધર્મ હોઈ શકે નહિ.”

સ્વામી વિવેકાનંદજીની દરિદ્રનારાયણ - સેવાની આવી ઉન્નત ભાવના જોઈને પેલા ત્રણ મિત્રોને સાચો ઉપદેશ મળ્યો.

[સાભાર : મહાન પ્રેરક પ્રસંગો, સંકલન: નિલેશ મહેતા]