સહજ

ગુણવંત શાહ

| 1 Minute Read

ગુણવંત શાહ લિખિત “કેક્ટસ ફલાવર” માંથી વીણેલાં મોતી:

 • આપણામાં રહેલો વિભીષણ ઉંઘી જાય ત્યારે આપણામાં રહેલી મંથરા જાગી ઉઠે છે. માટે મંથરા જાગે નહીં તેવું કરવું હોય તો વિભીષણ ઉંઘી ન જાય તે ધ્યાનમાં રાખવું.
 • પ્રશ્નપત્ર નથી ફૂટતું શિક્ષક ફૂટે છે.
 • સેવા સ્વભાવે ઓછાબોલી હોય છે. પરંતુ અહંકારના ઓડકાર તો સૌને સંભળાય.
 • ગુંગો માણસ મૌન પાળે તેથી મુનિ નથી બની જતો.
 • માછલીના તરફરાટની ખબર માછીના ટોપલાને હોય છે.
 • બાળકોના તમામ દુઃખોની શરૂઆત એ પરીકથા વાંચતો બંધ થઈ જાય પછી થતી હોય છે.
 • બાળપણમાં જો પરિકથા નહીં જામે તો ઘડપણમાં હરિકથા નહીં જામે.
 • મન જયાં ખરાબ વિચારો કરી જ ન શકે એવી જગ્યાને “મંદિર” કહે છે.
 • મથુરા નગરીમાં કંસ પણ હતો અને અકૃર પણ હતો. કૃષ્ણને ઓળખે તે અકૃર અને ન ઓળખે તે કંસ.
 • વૃક્ષનો ખરો પરિચય કઠિયારાને નહીં, માળીને હોય છે.
 • ક્યારેક વર્ગમાં શિક્ષક પોતાની ગેરસમજ વિધાર્થીઓમાં વહેંચતા રહે છે.
 • મૈત્રી નથી પામ્યો એવા આદમીના દુ:ખની ખબર માત્ર એના ઓશીકાને જ હોય છે.

[“કેક્ટસ ફલાવર” માંથી સાભાર, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]