સહેલું અને અઘરું
ઘનશ્યામ નાયક
- બીજાઓની ભૂલો શોધવાનું સહેલું છે, પોતાની ભૂલો ઓળખવાનું અઘરું છે.
- વિચાર્યા વગર બોલવું સહેલું છે, જીભ પર કાબુ રાખવાનું અઘરું છે.
- જે આપણને પ્રેમ કરતું હોય તેને દુ:ખ પહોંચાડવું સહેલું છે, પણ એના જખમોને રૂઝવવાનું અઘરું છે.
- બીજાઓને માફ કરવાનું સહેલું છે, પોતે માફી માગવી એ અઘરું છે.
- નિયમો બનાવવાનું સહેલું છે, નિયમોનું પાલન કરવું અઘરું છે.
- રોજ રાત્રે સ્વપ્નો જોવાનું સહેલું છે, પણ એકાદ સ્વપ્ન સાર્થક કરવા લડવું અઘરું છે.
- વિજય મેળવવો અને તે દેખાડવું સહેલું છે, હારને ખુમારીથી સ્વીકારવી અઘરું છે.
- પૂર્ણ ચંદ્રને વખાણવાનું સહેલું છે, બીજી બાજુએ જોવાનું અઘરું છે.
- પથ્થરની ઠોકર લાગતાં પડી જવું સહેલું છે, સ્વસ્થતાથી ઊભા થઈ જાતને સંભાળી લેવી એ અઘરું છે.
- કોઈની અડ્રેસ બુકમાં સ્થાન પામવાનું સહેલું છે, કોઈના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવાનું અઘરું છે.
- જીવનમાં મોજમજા કરવાનું સહેલું છે, પણ તેની સાચી કિંમત સમજી તેને સાર્થક કરવાનું અઘરું છે.
- રોજ રાત્રે પ્રાર્થના કરવાનું સહેલું છે, નાનકડી વસ્તુમાં પણ ભગવાનને જોવાનું અઘરું છે.
- કોઈને કંઈક વચન આપવું સહેલું છે, વચન પાળવું એ અઘરું છે.
- આપણે પ્રેમ કરીએ છીએ એમ બોલવું સહેલું છે, પણ પ્રેમ રોજ બતાવવો અઘરું છે.
- બીજાઓની ટીકા કરવાનું સહેલું છે, પોતાની જાતને સુધારવાનું અઘરું છે.
- ભૂલો કરવી એ સહેલું છે, એ ભૂલોમાંથી પાઠ શીખવાનું અઘરું છે.
- ગુમાવી દીધેલ પ્રેમ પાછળ રડવું સહેલું છે, પણ એ પ્રેમ ગુમાવી ન બેસીએ એ માટે કાળજી રાખવાનું અઘરું છે.
- સુધરવાનો વિચાર કરવાનું સહેલું છે, પણ એ વિશે વિચારવાનું બંધ કરી સાચે અમલમાં મૂકવાનું અઘરું છે.
- કોઈ વિશે ખરાબ વિચારવાનું સહેલું છે, પણ એ ખરાબી ખરેખર સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી અઘરું છે.
- કંઈક લેવું કે મેળવું સહેલું છે, કંઈક આપવું અઘરું છે.
- આ બધું વાંચવું સહેલું છે, પણ તેને અનુસરવું અઘરું છે.
- ફક્ત શબ્દો દ્વારા મિત્રતા રાખવાનું સહેલું છે, પણ મિત્રતા સાચા અર્થમાં નિભાવી જાણવી અઘરું છે.
અને આપણે બધાએ આ ‘અઘરું’ આચરવાનો નિર્ણય કરવાનો છે, તો આ વાંચેલ સાર્થક થશે.
[સાભાર: કરંડિયો - ઈન્ટરનેટકો્નર, સંપાદક: ઘનશ્યામ નાયક]