એક સામાન્ય મિત્ર અને એક સાચો મિત્ર

વિકાસ નાયક

| 2 Minute Read

 • એક સામાન્ય મિત્રે કદી તમને રડતા જોયા નથી હોતા.
  એક સાચા મિત્રનો ખભો તમારાં આસુંઓથી ભીનો થયેલો હોય છે.

 • એક સામાન્‍ય મિત્રને તમારાં માતા-પિતાનાં નામ ખબર નથી હોતાં.
  એક સાચા મિત્રની અડ્રેસ બુકમાં તમારાં માતા-પિતાના ફોન નંબર પણ નોંધેલા હોય છે.

 • એક સામાન્ય મિત્ર તમારી પાર્ટીમાં વાઈનની બોટલ ભેટ તરીકે લઈને આપે છે.
  એક સાચો મિત્ર તમારે ત્યાં પાર્ટી કરતાં વહેલો આવી જાય છે,જેથી તે રાંધવામાં મદદ કરી શકે અને પાર્ટી પત્યા પછી મોડેથી જાય છે જેથી તે તમને સાફસફાઈમાં મદદ કરી શકે.

 • એક સામાન્ય મિત્રને તેના સૂઈ ગયા બાદ તમે ફોન કરો તે જરાય ગમતું નથી.
  એક સાચો મિત્ર તમને આવે વખતે પૂછશે કે, તમે ફોન કરવામાં આટલી બધી વાર કેમ લગાડી.

 • એક સામાન્ય મિત્ર જયારે તમારે ઘરે આવે ત્યારે અતિથિની જેમ વર્તે છે.
  એક સાચો મિત્ર તમારે ઘેર આવે ત્યારે જાતે રેફ્ર્જિરેટર ખોલી પાણી લઈ લે છે.

 • એક સામાન્ય મિત્ર જયારે તમારી વચ્ચે મતભેદ થાય ત્યારે મિત્રતા પૂરી થઈ ગઈ એમ સમજે છે.
  એક સાચો મિત્ર વિચારે છે, મતભેદ તો થયા કરે. ઊલટું એથી તો મિત્રતા વધુ પાકી બને છે.

 • એક સામાન્ય મિત્ર કહેશે, પછી.
  એક સાચો મિત્ર કહેશે, હમણાં. અને જે ઘડીએ તમને તેની જરૂર હોય ત્યારે તમારે પડખે ઊભો રહેશે.

 • એક સામાન્ય મિત્ર તમે હંમશાં તેને માટે(હાજર) રહો એવી અપેક્ષા રાખે છે.
  એક સાચો મિત્ર અપેક્ષા રાખે છે, કે તે હંમેશાં તમારા માટે હાજર હોય.

[સાભાર : “કરંડિયો”, લેખક: વિકાસ ઘનશ્યામ નાયક]