હૈ પુત્ર જે દિવસ તું મને વૃદ્ધ થતી જુએ...

| 0 Minute Read

જો હું જમતાં કપડાં બગાડું કે
આપમેળે તૈયાર ન થઈ શકું
તો તું ધીરજ રાખજે…
કારણ કે તું બાળક હતો ત્યારે
મેં ધીરજ રાખેલી.

વૃદ્ધવસ્થાને લઈને
એકની એક વાત હું અવારનાવાર કરતી રહું…
તો મને ચૂપ ન કરી દેતો…
કારણ જયારે તું બાળક હતો ત્યારે
તને સુવડાવવા એકની એક વાર્તા કહેવાનો તું આગ્રહ કરતો
ત્યારે મેં ધીરજ રાખેલી.

મને આજની નવી ટેક્નોલોજીની સમજ ના પડે તો
મારી મજાક ન ઉડાવતો
ધીરજ રાખી મને સમજાવજે…
કારણ તું બાળક હતો ત્યારે
ધીરજથી મેં તારો હાથ ઝાલેલો.

[નોંધ : “માં” વિષેના પ્રસંગો નવાવર્ષ નિમિતે સરદાર પટેલ વિધાલય સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “માં” પુસ્તિકામાંથી લેવામાં આવેલ છે.]