ઉચ્ચતમ ધ્યેય કોને કહેવાય?

ડૉ. હરીશ પારેખ

| 1 Minute Read

આ પ્રકારના ધ્યેયમાં માનસિક સજ્જતાની સાથે-સાથે હાર્દિક શુભકામનાઓનો સમન્વય થાય છે. તેથી આવાં ધ્યેયો મહાન કાર્યો કરી શકે છે. ઉચ્ચત્તર ધ્યેય હદયમાંથી જન્મે છે અને પોતાની સાથેસાથે બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. ઉચ્ચત્તર ધ્યેય માનવીને ઉચ્ચજીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

લાલબહાદુર શાસ્ત્રી સાદા અને હૃદયશાળી સજ્જન હતા. તેમને પ્રસિદ્ધિમાં કોઈ રસ નહોતો પણ તેઓ ઊંચું અને મહાન કામ કરવા માગતા હતા.

કોઈએ તેમને આ બાબતે પૂછ્યું, “તમે કેમ પ્રસંશા અને પ્રસિદ્ધિથી દુર ભાગે છો?”

લાલબહાદુર કહે, “તમે તાજમહેલ જોયો છે? તેમાં કેવા સુંદર આરસપહાણ પથ્થરો જડેલા છે? લોકો તેની બહુ પ્રસંશા કરે છે, પણ આ તાજમહલ જેના ઉપર ઊભો છે એ પાયાના પથ્થરની કોઈ પ્રસંશા કરતું નથી. મને એ પાયાના પથ્થરો ગમે છે. પોતાની પ્રતિષ્ઠા કર્યા વગર ઈમારતોને ટકાવે છે. મારે એવા બનવું છે, હું પાયાનો પથ્થર બનવા માગું છું.”

ધ્યેયને ખાતર મરવાનું નહીં, પણ ધ્યેયને માટે જીવવાનું અને એ પણ યોગ્ય તથા ઉપયોગી થઈને જીવવાનું તે જ સર્વશ્રેષ્ઠ આદર્શ છે. — ભગતસિંહ

અન્ય પ્રશ્નો:
👉 ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?
👉 ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?
👉 ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?
👉 ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?

[ડૉ. હરીશ પારેખ સંપાદિત “ધ્યેય” માંથી સાભાર]