ઉઘડયાં દ્વાર અંતરનાં

એઇલીન કેડી

| 5 Minute Read

પ્રાર્થના વિનાનું જીવન શૂન્ય અને અર્થહીન છે. કારણ પ્રાર્થના, એ તમારું પોતાના જ કોઈ ઉચ્ચ તત્ત્વ સાથેનું અનુસંધાન છે, જે તમને એક સભર, તેજસ્વી જીવન તરફ, તમને પ્રાપ્ત થયેલા સાચા વારસા તરફ અભિમુખ કરે છે. તમારી પ્રાર્થનાઓ હકારાત્મક અને રચનાત્મક બનવા દો. તમે પ્રાર્થના દ્વારા જે પ્રાસ કરવા ઝંખતા હો, તેની પ્રામિ બદલ પહેલાં તો આભારી બનો, પછી તેને માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો ત્યારે સર્વ જીવો સાથે એકાત્મતા અનુભવો. જ્યાં કોઈ વિચ્છેદ ન હોય, કારણ કે બધા જીવો અંતે એક જ છે.

પ્રાર્થના સમસ્ત જીવોને જોડે છે અને સંપૂર્ણ એકાત્મતા તરફ લઈ જાય છે. મારી સાથે હદય ખોલીને વાત કરો અને મને સાંભળો. આ કે તે કે પેલું માગવા માટે કરગરો નહીં તે પ્રાર્થના નથી. તે સમયનો બગાડ છે. કરગરવું. માગવું એ વિચ્છેદને જન્મ આપવા જેવું છે. હું તો તમારી પાસેથી એક્યની અપેક્ષા રાખું છુ હંમેશાં. આપણે એક છીએ. હુ તમારી અંદર જ વસું છું. મને બહાર ક્યાંય ન શોધો. હું તમારી પ્રતિક્ષા કરું છું કે તમે મને ઓળખો, તમે આપણી વચ્ચેના એક્યને સમજો. હું તમારામાં વસું છું, તમે મારામાં વસો છો.

મારા નિયમોને અનુસરો. તેની વિરુદ્ધ ન જાઓ. જ્યારે તમે મારા નિયમોની વિરુદ્ધ જશો તમારે પરાજ્ય જ ભોગવવાનો આવશે અને તમે ક્યાંય નહિં પહોંચો. જ્યારે તમારી અંદર તાણ ઊભી થાય, તેનું કારણ તમારી અંદરજ શોધો અને પછી તેની સાથે લડીલો. અમુક તત્ત્વો એવાં હોય છે કે જે તમારી પ્રગતિને અવરોધે, તમને તમારા ઉચ્ચતમ સુધી પહોંચતા અટકાવે.

તમે ફક્ત એક ઈચ્છા રાખો - મારી ઈચ્છા પૂરી કરવાની, મારા ચીધેલા માર્ગે ચાલવાની અને તેની વચ્ચે કોઈ વિધ્ન ન આવવા દો. જ્યારે તમે શોધશો, તમે જાણશો કે મારી ઈચ્છા તમારું ભલું કરવાની છે, તમે તેને નિઃ સંકોચ અનુસરો. જ્યારે તમે સંવાદિતાથી કામ કરો છો, સંવાદિતામાં જીવો છો તો તમે સાચી મુક્તિનો અર્થ સમજશો. તમે જોશો કે એક અવણનીય વિવેકબુદ્દરિ એક અવણનીય સમજ તમારામાં પ્રગટશે, તમારામાંથી ચારે બાજુ પ્રસરશે. જ્યારે તમે ચેતનાના સ્તરે હો છો હું તમારા માધ્યમથી નવા સ્વર્ગ અને નવી પૃથ્વીને આ ધરતી પર સાકાર કરી શકું છું.

સીડીને હંમેશાં એક ઉપરનું પગથિયું ચડવા માટે હોય છે. કદી હદયને નબળું ન પડવા દો. આગળ વધો, ઉપર ચડો અને સર્વોચ્યને પામી લો.જીવન એક પ્રવાહ છે, એક પરિવર્તન છે, એક વિકાસ છે. કોઈ કદી જે સ્થિતિમાં હોય તેમાં હંમેશ માટે રહેતું નથી. પ્રકૃતિમાં જડતાને કોઈ સ્થાન નથી. એમાં પરિવર્તન, વિકાસ, વિસ્તાર સતત ચાલે છે. એક સ્તર પરથી બીજા સ્તર પર સતત જવાનું હોય છે. કુંપળમાંથી વૃક્ષ બને છે, કળીમાંથી કુલ અને બીજમાંથી ધાન્ય પેદા થાય છે.

પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જો તમારામાં પરિવર્તન ન આવ્યું હોય તો જરૂર તમારામાં કોઈ ખામી છે. એ ખામી શોધી તેને દુર કરવી જોઈએ. પરિવર્તનને અટકાવો કે નકારો નહીં. તેની સાથે એકરૂપ થાઓ અને તેને સ્વીકારો. પરિવર્તન મનગમતું કે સગવડભર્યું ન પણ હોય. થોડી અગવડને પણ અપનાવતાં શીખો જેથી નવું તેજ પ્રગટી શકે. તમને અને વિશ્વને નવું રૂપ મળે, તમારામાં તમારું એક જુંદું અસ્તિત્ત્વ ખીલે - પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાથી ભરપૂર અસ્તિત્વ.

જ્યારે તમને મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય. જ્યારે તમને કોઈ ભય કે શંકા ન સતાવતાં હોય ત્યારે તમે બધું જ કરી શકવા સમર્થ હો છો. એવું કશું જ નથી જે તમે ન કરી શકો. એવું કશું જ નથી જે તમે ન મેળવી શકો. ફક્ત તમારું દષ્ટિબિંદુ અને વલણ યોગ્ય હોય અને તમને તમારા સામથ્યમાં પૂરો વિશ્વાસ હોય એ જરૂરી છે. તમારામાં બધું જ છે. શક્તિ, સમજદારી, સામર્થ્ય, બુદ્ધિમત્તા અને જ્ઞાન. તમારામાં અને તમારા દ્વારા કામ કરતી, અસંભવને સંભવ બનાવવાનું બળ આપતી શક્તિ તે હું જ છું.

ઊંચું ધ્યેય રાખતાં ન અચકાઓ. અસંભવની આશા સેવતાં પાછાં ન પડો, અશક્યતા શક્યતામાં ફેરવાતાં વાર નથી લાગતી. તમારી મયદિાઓમાં જ નહિં, એ મયદિાઓને ઉલ્લંઘીને જીવતાં શીખો, મને એક તક આપો, એ બતાવવાની કે હું સાથે હોઉં તો બધું જ શક્ય છે. જો મને તક ન આપો તો મારા સંપર્કથી મારા માર્ગદશનિથી ને મારા દિશાસૂચનથી તમને જે મળે છે, તે કેવી રીતે મળી શકશે ? બધું છોડો, બધું મને સોપો અને પછી જુઓ, શું થાય છે !

**[સાભાર: ઉઘડયાં દ્વાર અંતરનાં, ભાવાનુવાદ: સોનલ પરીખ]