વિક્સ ઝેર છે! - WHO નો અહેવાલ

| 3 Minute Read

અમેરિકાએ પણ વિક્સ બનાવવા અને વેચાવા પર પ્રતિબંધ મૂક્યો છે, આપણો ત્યાં છુટથી વપરાય છે!

વિક્સ વેપોરબ(Viks Vaporub) ઘેરઘેર ઉપયોગમાં લેવાતી દવા છે, પરંતુ આ વિક્સ અમેરિકામાં બનાવવી અને વેચવી ગુના અને સજાને પાત્ર છે. કારણ કે તે ઝેર છે !

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને તેને ઝેર જાહેર કર્યું છે. ખાસ કરી અત્યારે ચોમાસામાં શરદી-સળેખમ-ખાંસી જેવા રોગમાં આપણે વિક્સ કપાળે, નાકે, ગળા પર, છાતી અને પીઠ ઉપર લગાવતા હોઈએ છીએ. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત - ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ જીતેન્દ્ર જોશીની યાદીમાં જણાવ્યા મુજબ વિક્સના નામે તમે અજ્ઞાનતાથી ઝેર લગાડી રહ્યા છો.

તેમના જણાવ્યા મુજબ વિદેશી કંપની પ્રોકટર એન્ડ ગેમ્બલ(P&G) ભારતમાં વિક્સ વેપોરબના નામની દવા વેચે છે. જ્યારે અમેરિકામાં આ વિક્સ નામની દવા બનાવવી અને વેચવી સજાને પાત્ર છે.

આ વિદેશી કંપની વિક્સ વેપોરબના ૨૫ ગ્રામના ૪૦ અને ૫૦ ગ્રામના ૮૦ રૂપિયા લે છે. આ રીતે એક ક્લિોના ૧૬૦૦ રૂપિયા થાય. આવું મોંઘુ ઝેર શરીરને લગાવો છો, તેનાથી અસ્થમા, બ્રોન્કાયટીસ અને ટીબી થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર વિક્સનું મૂળતત્વ પેટ્રોલિયમ જેલી હોય છે. આ જેલી કિલોના રૂ. ૬૦ થી ૭૦ના ભાવે વેચાય છે. આ વિક્સનું વેચાણ P&G કંપની ૨૦,૦૦૦ ટકાથી વધુ નફો લઈ ગ્રાહકોના ખિસ્સામાંથી ઉઘાડી લુંટ કરે છે.

ગ્રાહક પંચાયત જનજાગૃતિ માટે આંદોલન ચલાવે છે. ગ્રાહકોને જાગૃત બની વિદેશી કંપનીના આર્થિક શોષણથી મુક્ત થઈ સ્વદેશી આયુર્વેદિક ઔષધો અપનાવીને નિરામયતા પ્રાપ્ત કરે તેવો જીતેન્દ્ર જોશીએ અનુરોધ કર્યો છે.

આ બારામાં રાજકોટના વિકાસ મેડિકલ સ્ટોરના દિલીપભાઈ ડોબરીયાને પૂછતા તેમણે કહ્યું કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અમેરિકી જ કંપની છે અને અમેરિકાએ તેની દવા પર પ્રતિબંધ મુક્યો છે. અમેરીકા મેડિકલ ક્ષેત્રે બહુ સ્ટ્રિક્ટ છે. તે જરા પણ આરોગ્યક્ષેત્રે નબળું ચલાવતું નથી. આપણે ત્યાં લોકોમાં જાણકારીનો અભાવ છે. જાહેરાતો જોઈને ખરીદવા નીકળી પડે છે. પોતાના સ્વાસ્થનું, આરોગ્યનું પૂરૂં વિચારતા જ નથી.

વિક્સ કઈ રીતે નુકસાન કારક? એવું પૂછતાં તેમણે કહ્યું કે તેમાં મેન્થોલનો ઉપયોગ થાય છે. તેનાથી શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, સ્કીનમાં બળતરા થાય આ રીતે તંદુરસ્તીને નુકસાનકારક છે. પરંતુ આપણે ત્યાં ૩૦-૩૫ વર્ષથી વિકસની દવાઓ વેચાય છે. પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેની અસર એવી હોય છે કે, લોકોને તેની ખોટી હેબીટ પડી જાય છે. હકીકતમાં તેની જરૂર હોતી જ નથી. પરંતુ, તે આરોગ્યને નુક્સાન કરે છે તેવું કોઈ વિચારતું નથી.

શરદી - ખાંસી માટે આયુર્વેદમાં ઉત્તમ દવા

શરદી ઉધરસ માટે આયુર્વેદમાં ઉત્તમ દવાઓ છે. તેનું નામ છે તજ. તેને પીસીને પાવડર બનાવી એક ચપટી જ એક ચમચી મધ સાથે લેવાથી ગુણકારી છે. જો ગળામાં વધુ દર્દ હોય, કાકડા હોય તો એક ચપટી શુદ્ધ હળદર ચુસવી અથવા કોગળા કરવા. ત્રણ દિવસમાં તમને ફાયદો દેખાશે.

રાજકોટના ડૉ. જયેશભાઈ વૈધના જણાવ્યા મુજબ વિક્સથી ચામડીને નુક્સાન થાય છે, નસ સંકોચાઈ જાય છે, અમે તો ઘણાં વર્ષોથી તેનો ઉપયોગ કરતા નથી અને કરવાની પણ ના પાડીએ છીએ. તજનો ભુક્કો ગુણકારી છે, પરંતુ તે વધુ ન લેવાય, મર્યાદિત જ લેવાય, અન્યથા બળતરા થાય છે.

[સાભાર : ફૂલછાબ તા. ૨૨/૮/૨૦૧૩]