યુવાનોને....

સ્વામી વિવેકાનંદ

| 3 Minute Read

 • મારાં બહાદુર બાળકો ! મહાન કાર્ય કરવાને તમે સરજાયાં છો એવી શ્રધ્ધા રાખો. કૂતરાં ભસભસ કરે તેથી બીતા નહિ. અરે !આકાશ તૂટી પડે તો પણ શું ? ટટ્ટાર ખડાં રહો અને કામ કરો…

 • વેદાંત પાપનો સ્વીકાર કરતું નથી તે તો માત્ર ભૂલને જ કબુલ કરે છે; અને વેદાંત કહે છે કે, “હું નિર્બળ છું, પાપી છું, દયાજનક પ્રાણી છું, મારામાં કોઈ શક્તિ નથી, હું આ કરી શકું એમ નથી તે કરી શકું એમ નથી, એમ બોલવી જેવી બીજી એકેય ભૂલ નથી.

 • જુનાધર્મો કહેતા કે ‘જે ઈશ્વરમાં માને નહિ તે નાસ્તિક છે’ નવો ધર્મ કહે છે કે ‘જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે’.

 • વિશાળ થવાની કોશિશ કરો. યાદરાખો કે ગતિ અને વૃધ્ધિ એજ જીવનની એક માત્ર નિશાની છે.

 • હું તો સત્યની પડખે છું. સત્ય અસત્યને કદી સાથ આપે નહિ. સમગ્ર જગત મારી વિરૂધ્ધ હોય તો પણ સત્ય જ છેવટે વિજયવંત થાય છે.

 • આ દુનિયા નિર્માલ્યો માટે નથી. નાસી જવાનો પ્રયત્ન કરતા નહિ. જય કે પરાજયની આકાંક્ષા રાખતા નહિ.

 • પરિણામની ચિંતા કર્યા વગર સત્યનું અનુસરણ કરો. આદર્શના અંતિમ ધ્યેય સુધી પહોંચો, બીકણ અને દંભી બનો નહિ.

 • ઉભા થાઓ, હિંમત ધરો, મજબુત બનો, તમારા પર પૂરેપુરી જવાબદારી લો અને તમારા ભાગ્યના સૃષ્ટા તમે જ છો એમ જાણો. તમને જરૂર હોય એવી બધી શક્તિ, બધી સહાય તમારી અંદર જ છે. તેથી તમારૂં ભવિષ્ય તમેજ સર્જો.

 • જાગ્રત થાઓ, પ્રગતિ શીલ બનો, માનવ જીવન ક્ષણભંગુર છે, તો એના જીવન સંભારણાં મુકી જાઓ, નહિ તો પછી તમારામાં અને ઝાડપાન તથા પથ્થરમાં ફેર શો ? તેઓ પણ જન્મે છે, સડે છે અને નાશ પામે છે.

 • આદર્શવાનપુરુષ જો એક હજાર ભૂલ કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન મનુષ્ય પચાસ હજાર ભૂલ કરશે. તેથી આદર્શ હોવો એ ઈચ્છનીય છે.

 • તમારામાં રહેલી દિવ્યતા પ્રકટ કરો એટલે તેની આસપાસ બધુ સુંદર રીતે ગોઠવાઈ જશે.

હું તેમનાં (સ્વામી વિવેકાનંદના) લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું. અને પૂરેપૂરું વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો, હું તમને અરજ કરૂં છું કે જે ભૂમિમાં સ્વામી વિવેકાનંદ જીવ્યા અને મર્યા તે ભૂમિનાં કંઈક બળ-ઉત્સાહ ધારણ કર્યા વગર ખાલી હાથે ચાલ્યા જશો નહિ. — મહાત્મા ગાંધી

[“યુવાનોને — સ્વામી વિવેકાનંદ” માંથી સાભાર]

આ પુસ્તકમાં પ્રેરણાદાયી અને શક્તિદાયી વિચારોથી યુવાનોને જાગૃત કરવાનું નીડર બનવાનું અને દીનદુઃખી, સમાજ અને દેશની સેવા કરવાનું આહવાન કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં શક્તિ, સેવા, સંયમ, સમર્પણ અને શ્રધ્ધા જેવા અનેક વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવેલ છે.

[પુસ્તક પ્રકાશક : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ]