• પ્રજ્ઞા મહેતા

  સંગનો રંગ

  ચિરાગે ચાલુ પિરિયડમાંથી પાણી પીવા જવાની રજા માગી ત્યારે ગુજરાતી વ્યાકરણનો અગત્યનો મુદ્દો ચાલુ હતો. મેં ઇશારાથી થોભવા ને બેસી જવા કહ્યું. તેની સાથે જવા બીજો એક છોકરો જયેશ પણ ઉભો થયો હતો. તે પણ બેસી ગયો. બંને એકબીજા સાથે બહુ ધીમે વાત કરતા લાગ્યા. મને દખલ થતી લાગી. એટલે મેં જવાનું કહેતાં બંને બહાર ગયા. મારું કામ આગળ ચાલ્યું. ભણાવવાની મજા આવતી હતી કેમ કે ક્લાસનાં સાતથી આઠ વિદ્યાર્થીઓના બારમાં ધોરણમાં બોર્ડમાં અગ્ર ક્રમની અમે શિક્ષકોએ ધારણ કરી લીધી હતી. સામાન્ય વિદ્યાર્થીઓ પણ હતા અને તેમનો પણ ઉત્સાહ સારો હતો.

  👉 આગળ વાંચો...
 • ગુણવંત શાહ

  ઘડપણ સડવા માટે નથી

  માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઇલ શરૂ થઇ જાય છે: બ્લડ સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજ મુદ્દલ સાથે પાછું મળે છે.

  👉 આગળ વાંચો...
 • ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા

  જન્મ જ્યંતી

  એક દિવસ રમણ મહર્ષિ પાસે એમના કેટલા શિષ્યો આવ્યા અને કહેવા લાગ્યા, “આપ એક મહાન વિભૂતિ છો. આધ્યાત્મિક ક્ષેત્રે આપનું પ્રદાન અતિ મૂલ્યવાન અને ન ભૂલી શકાય એવું છે ! તો અમે આપની જન્મ જયંતી ઉજવીએ એવી અનુમતિ આપો.”

  👉 આગળ વાંચો...
 • અંકિત ત્રિવેદી

  બીજાને ધ્યાનમાં રાખીને જીવવાવાળાઓ

  સામેવાળો આપણા વિશે શું વિચારતો હશે?…… એની ચિંતામાં એક આખી જિંદગી ખર્ચાઇ જાય છે. સામેવાળાને ખુશ રાખવાના પ્રયત્નોમાં આપણી જાતને નિરાશ કરતા હોઇએ છીએ. સામેવાળાની આંખમાં સાચા દેખાવાની લ્હાયમાં જિવાતા જીવનને અન્યાય કરી બેસીએ છીએ. દરેક વખતે સાબિત કરવો પડે છે સંબંધને……. એક જ પ્રશ્ન ઘુમરાયા કરે છે, “આપણે કોના માટે જીવ્યા ? શું બીજાને માટે જીવ્યા ?” કદાચ બીજાને માટે જીવીએ છીએ એવો ભ્રમ દિન - પ્રતિદિન પુખ્ત થતો જાય છે એટલું જ. આપણે બીજાને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છીએ.

  👉 આગળ વાંચો...
 • બી.એમ.દવે

  ધર્મ અને વિજ્ઞાન

  બર્ટ્રાન્ડ રસેલે ધર્મ અને વિજ્ઞાનની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે,

  👉 આગળ વાંચો...
 • રાજ ભાસ્કર

  સુખી માણસની શોધમાં

  સીતાપુર નામના એક ગામની બહાર એક હનુમાનજીનું મંદિર હતું. ત્યાં એક બાવો રહે. હનુમાનજીનો ભક્ત, સુખી - સંતોષી અને મસ્તરામ.

  👉 આગળ વાંચો...
 • મહેન્દ્ર મેઘાણી

  પિતાની ભેટ

  પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશમાંથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે.

  👉 આગળ વાંચો...
 • ભીખુદાન ગઢવી

  ચણોઠી જેવું ઉપરથી રળિયામણું

  મેં એવું સાંભળ્યું છે કે સત્ય શબ્દ સંસ્કૃતનાં ધાતુ ‘સત્’‌ એટલે હોવું કે થવું તેના ઉપરથી બન્યો છે. એનો અર્થ એ થયો કે આ સકળ બ્રહ્માંડમાં જે કાંઈ હોય છે કે થાય છે તેનું અસ્તિત્વ એટલે સત્ય.

  👉 આગળ વાંચો...
 • ડૉ. આઈ. કે. વીજળીવાળા

  દીવાલમાં ખીલો

  એક છોકરો. ઉંમર હશે ૧૩ કે ૧૪ વરસની, પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઇકેટલીયે વારે એનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારાં હેરાનપરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો અરે શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢયો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાઝ ચડે - ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિગ(વંડી)માં એક ખીલો ઠોકવો !

  👉 આગળ વાંચો...
 • ઘનશ્યામ નાયક

  સહેલું અને અઘરું

  બીજાઓની ભૂલો શોધવાનું સહેલું છે, પોતાની ભૂલો ઓળખવાનું અઘરું છે. વિચાર્યા વગર બોલવું સહેલું છે, જીભ પર કાબુ રાખવાનું અઘરું છે. જે આપણને પ્રેમ કરતું હોય તેને દુ:ખ પહોંચાડવું સહેલું છે, પણ એના જખમોને રૂઝવવાનું અઘરું છે. બીજાઓને માફ કરવાનું સહેલું છે, પોતે માફી માગવી એ અઘરું છે. નિયમો બનાવવાનું સહેલું છે, નિયમોનું પાલન કરવું અઘરું છે. રોજ રાત્રે સ્વપ્નો જોવાનું સહેલું છે, પણ એકાદ સ્વપ્ન સાર્થક કરવા લડવું અઘરું છે. વિજય મેળવવો અને તે દેખાડવું સહેલું છે, હારને ખુમારીથી સ્વીકારવી અઘરું છે. પૂર્ણ ચંદ્રને વખાણવાનું સહેલું છે, બીજી બાજુએ જોવાનું અઘરું છે. પથ્થરની ઠોકર લાગતાં પડી જવું સહેલું છે, સ્વસ્થતાથી ઊભા થઈ જાતને સંભાળી લેવી એ અઘરું છે. કોઈની અડ્રેસ બુકમાં સ્થાન પામવાનું સહેલું છે, કોઈના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવાનું અઘરું છે. જીવનમાં મોજમજા કરવાનું સહેલું છે, પણ તેની સાચી કિંમત સમજી તેને સાર્થક કરવાનું અઘરું છે. રોજ રાત્રે પ્રાર્થના કરવાનું સહેલું છે, નાનકડી વસ્તુમાં પણ ભગવાનને જોવાનું અઘરું છે. કોઈને કંઈક વચન આપવું સહેલું છે, વચન પાળવું એ અઘરું છે. આપણે પ્રેમ કરીએ છીએ એમ બોલવું સહેલું છે, પણ પ્રેમ રોજ બતાવવો અઘરું છે. બીજાઓની ટીકા કરવાનું સહેલું છે, પોતાની જાતને સુધારવાનું અઘરું છે. ભૂલો કરવી એ સહેલું છે, એ ભૂલોમાંથી પાઠ શીખવાનું અઘરું છે. ગુમાવી દીધેલ પ્રેમ પાછળ રડવું સહેલું છે, પણ એ પ્રેમ ગુમાવી ન બેસીએ એ માટે કાળજી રાખવાનું અઘરું છે. સુધરવાનો વિચાર કરવાનું સહેલું છે, પણ એ વિશે વિચારવાનું બંધ કરી સાચે અમલમાં મૂકવાનું અઘરું છે. કોઈ વિશે ખરાબ વિચારવાનું સહેલું છે, પણ એ ખરાબી ખરેખર સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી અઘરું છે. કંઈક લેવું કે મેળવું સહેલું છે, કંઈક આપવું અઘરું છે. આ બધું વાંચવું સહેલું છે, પણ તેને અનુસરવું અઘરું છે. ફક્ત શબ્દો દ્વારા મિત્રતા રાખવાનું સહેલું છે, પણ મિત્રતા સાચા અર્થમાં નિભાવી જાણવી અઘરું છે.

  👉 આગળ વાંચો...